યુપીમાં શીલા દિક્ષિત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

0
225

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ નેતા શીલા દિક્ષિતને જાહેર કરવામાં અાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા વિચારણાનો દોર શરૂ થયો છે. કોંગ્રેસે ખૂબજ હિંમતપૂર્વક ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે શીલા દિક્ષિતના નામની જાહેરાત અાજે કરી દીધી હતી. કોંગ્રેસે અાજે પત્રકાર પરિષદ યોજીને વિધિવત રીતે જાહેરાત કરી હતી. શીલા દિક્ષિતે પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરાયા બાદ પાર્ટીનો અાભાર માન્યો હતો. યુપી ચૂંટણી માટે કોંગ્રેસના ઈનચાર્જ ગુલામનબી  અાઝાદે કહ્યું હતું કે શીલા દિક્ષિત ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું નેતૃત્વ કરશે. શીલા દિક્ષિતની પસંદગી કેમ કરવામાં અાવી છે તે અંગે પૂછવામાં અાવતા અાઝાદે કહ્યું હતું કે શીલા દિક્ષિત અનુભવી નેતા છે. શીલા દિક્ષિત પર ભ્રષ્ટાચારના અાક્ષેપો છે અને અોગસ્ટ મહિનામાં ટેન્કર કૌભાંડમાં તેમની પૂછપરછ કરવામાં અાવનાર છે. અાઝાદે કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં મુખ્યમંત્રીઅો પણ ઘણા અાક્ષેપોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના મામલામાં જ મીડિયાને ભ્રષ્ટાચાર કેમ દેખાય છે. શીલા દિક્ષિતે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં હાલ ચોથા નંબરની પાર્ટી છે. શીલા દિક્ષિત હાલમાં અેન્ટી કરપ્શન બ્યુરોની તપાસ હેઠળ છે.  છેલ્લા કેટલાક દિવસથી અાને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. શીલા દિક્ષિત રાજકારણમાં ખૂબ જ જૂના છે. શીલા દિક્ષિત વર્ષ ૧૯૯૮ બાદથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત ચૂંટાઈ ચુક્યા છે. વર્તમાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ બાદ દિલ્હીના મુખ્યમંત્રી બનનાર શીલા દિક્ષિત બીજા મહિલા મુખ્યમંત્રી પણ બન્યા હતા. શીલા દિક્ષિત અનેક જુદી જુદી જવાબદારીઅો અદા કરી ચુક્યા છે. શીલા દિક્ષિતના સંદર્ભમાં રાજકીય ચર્ચાઅોનો દોર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે. ભાજપ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ પાર્ટી પોતાનામાં નવા પ્રાણ ફૂંકવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. છેલ્લી તમામ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પીછેહટનો સામનો કરવો પડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં મોદીના જાદુ વચ્ચે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયા બાદ બિહાર સિવાયની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. હવે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭માં યોજાનાર છે. અાવી Âસ્થતિમાં પાર્ટી નવા પ્રાણ ફૂંકવા માટે પ્રયાસ કરી રહી છે. શીલા દિક્ષિતના નામની જાહેરાત કરવાની સાથે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરાના નામ ઉપર ચાલી રહેલી ચર્ચાઅોનો અંત અાવી ગયો છે. પાર્ટીમાં અેવી માંગ ઉઠી રહી હતી કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરાને મોટી જવાબદારી મળવી જાઈઅે પરંતુ અાવું થયું નથી. શીલા દિક્ષિતને મોટી જવાબદારી સોંપી દેવામાં અાવી છે. બીજી બાજુ ભાજપે પણ લોકસભાની ચૂંટણીની જેમ જ જારદાર સપાટો બોલાવવાની તમામ તૈયારીઅો કરી છે.

LEAVE A REPLY