પાકિસ્તાને ત્રાસવાદને અેક સ્ટેટ પોલિસી બનાવી હોવાનો અાક્ષેપ

0
216

સંયક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રમાં હિજબુલ મુજાહીદીનના કમાન્ડર બુરહાન વાનીને ઠાર મારી દેવાનો મુદ્દો પાકિસ્તાને ઉઠાવ્યા બાદ તેની જારદાર ટિકા ભારતે કરી છે. ભારતે વળતા ખુબ જ તેજાબી પ્રહારો પાકિસ્તાન પર કર્યા છે. ભારતે સાફ શબ્દોમા ંકહ્યુ હતુ કે પાકિસ્તાન ત્રાસવાદીઅોના ગુણગાણ કરે છે. ભારતે અેમ પણ કહ્યુ હતુ કે પાકિસ્તાને ત્રાસવાદને સ્ટેટ પોલીસીનો અેક હિસ્સ બનાવી લેતા તેના કારણે ત્રાસવાદને પ્રોત્સાહન મળે છે. પાકિસ્તાનની જારદાર ઝાટકણી કાઢતા ભારતે કહ્યુ હતુ કે તે બીજાના વિસ્તારમાં યુવાનોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરી રહ્યુ છે. સંયુક્ત રાષ્ટ્‌માં ભારતના રાજદુત સૈયદ અકબરુદ્દીને કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા ખતરનાક નિતી અપનાવવામા ંઅાવી રહી છે. યુઅેનમાં પાકિસ્તાનના પ્રતિનિધી મલીહા લોધીઅે કાશ્મીર અને વાનીને મારી નાંખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બુધવારના દિવસે લોધીઅે અા મુદ્દો યુઅેનથી જનરલ અેસેમ્બલીમાં માનવ અધિકાર પર ચર્ચા દરમિયાન ઉઠાવ્યો હતો. લોંધીઅે ૧૯૩ સભ્યોની સામે અા મુદ્દો રજૂ કર્યો હતો. લોધીઅે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા વાનીને ઠાર મારી દેવાનો મામલો રજૂ કર્યો હતો. તેને મારી નાંખવાના મુદ્દાને અેક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ તરીકે ગણાવીને તેની ઝાટકણી કાઢી હતી. સુત્રોઅે કહ્યુ છે કે હાલના વર્ષોમાં પાકિસ્તાનને ભારત દ્વારા અાપવામાં અાવેલી સૌથી કઠોર પ્રતિક્રિયા છે. અકબરુદ્દીને કહ્યુ હતુ કે પાકિસ્તાન ત્રાસવાદીઅોની મદદ કરી રહ્યુ છે.તે ત્રાસવાદીઅોની પ્રશંસા કરે છે. અેમ કરવાથી માનવ અધિકાર સંસ્થામાં સસ્થાન મળી શકે નહી. તેને પોતાના ટ્રેક રેકોર્ડ પણ નજર કરવી જાઇઅે. પાસ્તિન દ્વારા યુઅેન પ્લેટફોર્મનો પણ દુરૂપયોગ કરવામાં અાવી રહ્યો છે.  લોધી દ્વારા બહુપક્ષીય વર્લ્ડ બોડી સમક્ષ કાશ્મીરના મુદ્દાને ઉઠાવવા બદલ અકબરૂદ્દીને કઠોર પ્રહાર કરતા કહ્યું હતું કે અા ખૂબ જ કમનસીબ બાબત છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન યુઅેન પ્લેટફોર્મનો દુરૂપયોગ કરી રહ્યું છે. ભારતીય રાજદૂતે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા સમગ્ર વિશ્વના દેશોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં અાવી રહ્યું છે. પાકિસ્તાન અેક અેવા દેશ તરીકે છે જે બીજાના ક્ષેત્રોમાં દરમિયાનગીરી કરે છે અને લાલચ રાખે છે. અા અેક અેવા દેશ તરીકે છે જે અાતંકવાદને સ્ટેટ પોલિસી બનાવીને અાગળ વધે છે. અાનો અંત લોકોને ગેરમાર્ગે દોરીને થાય છે. અાતંકવાદીઅોની સતત પ્રશંસા પાકિસ્તાન કરે છે. યુઅેનમાં પણ જે લોકોને ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં અાવ્યા છે તે લોકોની પણ પ્રશંસા પાકિસ્તાન દ્વારા કરવામાં અાવે છે. જે લોકોને યુઅેન દ્વારા ત્રાસવાદી તરીકે જાહેર કરાયા છે તે ત્રાસવાદીઅોને પણ પાકિસ્તાનમાં સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. અકબરૂદ્દીને પાકિસ્તાનને કહ્યું હતું કે તે પહેલા પોતાના ટ્રેક રેકોર્ડને જુવે તે જરૂરી છે. પાકિસ્તાન અાંતરરાષ્ટ્રીય સમુદાયને વિશ્વાસમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. અાંતરરાષ્ટ્રીય સમુદાય લાંબા સમયથી પાકિસ્તાનની તરફ જુઅે છે પરંતુ પાકિસ્તાન દ્વારા અાતંકવાદીઅો સામે કોઈ પગલાં લેવામાં અાવ્યા નથી. અકબરૂદ્દીને કહ્યું હતું કે અમે વાતચીત માટે તૈયાર છીઅે પરંતુ પાકિસ્તાન દ્વારા અાવા કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. છેલ્લા અેક સપ્તાહના ગાળામાં કાશ્મીરમાં હિંસામાં ૩૭ના મોત થયા છે.

LEAVE A REPLY