નીટ વટહુકમ ઉપર સ્ટે મુકવા સુપ્રિમ કોર્ટનો અાખરે ઈનકાર

0
427

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે નીટ અંગેના વટહુકમની સામે અાજે સ્ટે અાપવામાં સાફ ઈનકાર કર્યો હતો. અેમબીબીઅેસ, બીડીઅેસમાં પ્રવેશ માટે અલગ રીતે પ્રવેશ પરીક્ષા યોજવા રાજ્યોને મંજુરી અાપવા સાથે સંબંધિત વટહુકમ પર સ્ટે મુકવાનો સુપ્રિમ કોર્ટે અાજે ઈનકાર કર્યો હતો. નીટ અંગેના વટહુકમ પર દરમિયાનગીરી કરવાનો સુપ્રિમ કોર્ટે ઈનકાર કર્યા બાદ કેન્દ્ર સરકારને રાહત થઈ છે. કેન્દ્ર સરકારનો વટહુકમ રાજ્યોને અલગ રીતે પ્રવેશ પરીક્ષા લેવાની મંજુરી અાપે છે. જાકે નીટને લઈને સરકારના વલણની પણ વાત કરી હતી. નીટ વટહુકમને પડકાર ફેંકીને દાખલ કરવામાં અાવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે અમે અા મામલા પર દરમિયાનગીરીના મુદ્દા પર વિચારણા કરી રહ્યા છીઅે. જસ્ટીસ દવેઅે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે યોગ્ય નથી. અેમબીબીઅેસ અને બીડીઅેસ કોર્ષના પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તર પર સિંગલ અેન્ટ્રન્સ પરીક્ષા યોજવાના સુપ્રિમ કોર્ટના નિર્ણયને અેક વર્ષ સુધી ટાળી દેવામાં અાવ્યો છે. સુપ્રિમ કોર્ટના અાદેશ મુજબ નીટની પરીક્ષા ૨૦૧૬થી લેવામાં અાવનાર હતી. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના અાદેશને શરૂઅાતમાં સ્વીકારી લીધો હતો પરંતુ ગુજરાત સહિતના કેટલાક રાજ્યો દ્વારા વિરોધ કરવામાં અાવ્યા બાદ વટહુકમ લાવીને કેટલાક ફેરફાર કરવામાં અાવ્યા હતા. સુપ્રિમ કોર્ટના અાજના અાદેશને મહત્વપૂર્ણ ગણવામાં અાવે છે. સુપ્રિમ કોર્ટે કેટલાક તારણો પણ અાપ્યા હતા. સુપ્રિમ કોર્ટે અગાઉ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અેમબીબીઅેસ અને બીડીઅેસ કોર્ષમાં પ્રવેશ નીટ મારફતે જ હાથ ધરવામાં અાવશે. રાજ્ય સરકારો અને ખાનગી મેડિકલ કોલેજા દ્વારા લેવામાં અાવતી પ્રવેશ પરીક્ષાને રદ કરવાનો સુપ્રિમ કોર્ટે અાદેશ કર્યો હતો. કોર્ટે નીટે પુનઃ સજીવન કરીને કેટલીક સૂચનાઅો અાપી હતી. વર્ષ ૨૦૧૩માં અેક ચુકાદો અપાયો હતો. જેમાં જણાવવામાં અાવ્યું હતું કે કોમન અેન્ટ્રન્સ ટેસ્ટ ગેરબંધારણીય છે.

LEAVE A REPLY