ગુજરાતમાં હજુ સુધી માત્ર ૧૫૦ મીમી વરસાદ થયો

0
203

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો છે પરંતુ હજુ પણ અપેક્ષા મુજબનો વરસાદ નોંધાયો નથી. સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા માહિતી અાપતા જણાવવામાં અાવ્યું છે કે અા વર્ષે ગુજરાતમાં ૧૩મી જુલાઈ સુધી ૧૫૦ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. અા અાંકડો વર્ષ ૨૦૧૫માં ૧૭૪ મીમીનો હતો. રાજ્યમાં અા જુલાઈ મહિનામાં ૧૧૩ મીમી વરસાદ થયો છે. જ્યારે જૂન મહિનામાં માત્ર ૩૭ મીમી વરસાદ નોંધાયો હતો. જૂન-૨૦૧૫માં સારો વરસાદ થયો હતો. જ્યારે જુલાઈ-૨૦૧૫માં પ્રથમ ૧૩ દિવસમાં કોઈ વરસાદ નોંધાયો ન હતો. વર્ષ ૨૦૧૫માં અાજ ગાળા દરમિયાન જે વરસાદ થયો હતો તેની સરખામણીમાં ૨૪ મીમી અોછો વરસાદ અા વર્ષમાં હજુ  સુધી નોંધાયો છે જે ચિંતા ઉપજાવે છે. સ્ટેટ કંટ્રોલ રૂમના અાંકડા દર્શાવે છે કે રાજ્યમાં છેલ્લા થોડાક દિવસમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે પરંતુ ડેફીસીટ અથવા તો અોછા વરસાદની Âસ્થતિમાંથી બહાર નીકળવા માટે અા અાંકડા પુરતા નથી. રાજ્યમાં માત્ર ૧૫૦ અેમઅેમ જેટલો વરસાદ હજુ સુધી થયો છે. ૭૯૭ મીમીના વાર્ષિક સરેરાશ વરસાદ પૈકી માત્ર ૧૫૦ મીમી વરસાદ થયો છે જે સામાન્ય સિઝનના વરસાદ પૈકી માત્ર ૧૮.૮૧ ટકા છે. કચ્છમાં અોછો વરસાદ થયો છે. ૩૯૨ મીમીના વાર્ષિક સરેરાશ સામે ૪.૭૭ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ૬૭૪ મીમીના સરેરાશ વરસાદ સામે માત્ર ૧૨૫ મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અોછા વરસાદ માટે કેટલાક કારણો અાપવામાં અાવી રહ્યા છે. બીજી બાજુ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન હવે સમગ્ર રાજ્યમાં પહોંચી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ ચુક્યો છે પરંતુ અાંકડો અોછો દેખાઈ રહ્યો છે. મોનસૂનના અાગમનના અા વર્ષે અેક મહિના સુધીનો વિલંબ થયો છે પરંતુ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન હવે ગુજરાતના અન્ય ભાગોમાં અાગળ વધ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ અાગામી દિવસોમાં સારો વરસાદ પડી શકે છે પરંતુ હજુ સુધી રાજ્યભરમાં અોછો વરસાદ રહ્યો છે. ૨૦૧૫માં કચ્છમાં ૩૪.૩ મીમી જેટલો વરસાદ ૧૩મી જુલાઈ સુધી નોંધાયો હતો. જેની સામે ૨૦૧૬માં ૧૯ મીમી વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ અાવી Âસ્થતિ રહેલી છે. જાકે કેટલીક જગ્યાઅે છેલ્લા થોડાક દિવસમાં સારો વરસાદ થયો છે. બંધમાં પાણીની સપાટીની વાત કરવામાં અાવે તો મિલીયન ક્યુબીક મીટરની દૃષ્ટીઅે અાંકડા હાથ લાગ્યા છે. કચ્છમાં ૨૦ બંધ અાવેલા છે જે પૈકી ૨૦૧૬માં પાણીની સપાટી ૨૮.૯૨ મિલિયન ક્યુબીક મીટર નોંધાઈ છે. અાવી જ રીતે સૌરાષ્ટ્રમાં ૧૩ બંધનો ૨૨૬.૭૩ મીલીયન ક્યુબીક મીટર ક્યુબીક અાંકડો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં બંધની સંખ્યા ૧૩૫ છે. દક્ષિણ ગુજરાતમાં ૨૦૧૫ના ગાળામાં ૧૩૫ બંધમાં ૨૪૧૪.૭૦ મિલિયન ક્યુબીક મીટર પાણી નોંધાયું હતું. જે હવે ૧૯૩૬.૨૬ મિલીયન ક્યુબીક મીટર નોંધાયું છે.

વરસાદની Âસ્થતિ…

  • ગુજરાતમાં ૧૩મી જુલાઈ સુધી ૧૫૦ મીમી વરસાદ
  • ૨૦૧૫માં અા ગાળા સુધી ૧૭૪ મીમી વરસાદ થયો
  • જુલાઈ મહિનામાં ૧૧૩ મીમી વરસાદ થયો
  • જુન મહિનામાં માત્ર ૩૭ મીમી વરસાદ થયો હતો
  • જુન ૨૦૧૫માં સારો વરસાદ થયો હતો
  • જુલાઈ ૨૦૧૫ના પ્રથમ ૧૩ દિવસમાં બિલકુલ વરસાદ થયો ન હતો
  • ગુજરાતમાં વાર્ષિક ૭૯૭ મીમીના સરેરાશ વરસાદ પૈકીનો ૧૫૦ મીમી વરસાદ થયો છે
  • ગુજરાતમાં નોર્મલ સિઝનના વરસાદ પૈકી ૧૮.૮૧ ટકા વરસાદ થયો છે
  • કચ્છમાં ૧૩મી જુલાઈ સુધીમાં ૧૯ મીમી વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં ૧૨૫ મીમી, સૌરાષ્ટ્રમાં ૧૧૯ મીમી વરસાદ

LEAVE A REPLY