હાર્દિક પટેલ ૧૫મી જુલાઈઅે જેલમુક્ત :પાટીદારો ઉત્સાહિત

0
169

અમદાવાદછ રાજદ્રોહના ગુનામાં ૯ મહિનાથી જેલમાં બંધ હાર્દિક પટેલને ગુજરાત બહાર રહેવાની શરતે જામીન અાપવામાં અાવ્યા છે. જા કે, કાયદાકીય પ્રક્રિયાને લઈને હાર્દિક પટેલને અાગામી ૧૫ જુલાઈઅે જેલમાંથી મુÂક્ત મળશે. હાર્દિક ૧૫ જુલાઈઅે જેલથી બહાર અાવશે ત્યારે તેના સ્વાગત માટે ૨ લાખ પાટીદારો જેલની બહાર ઉભા હશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી હજારો ગાડીઅો સુરતની લાજપોર જેલ બહાર હાર્દિકનું સ્વાગત કરવા ઉપÂસ્થત રહેશે. સુરતમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે. ત્યાર બાદ સુરતના જુદા જુદા વિસ્તારોમાં ખુલી જીપમાં રોડ શો કરવામાં અાવશે અને સાંજે ૭ વાગ્યા સુધી હાર્દિક સુરતમાં જ રોકાશે. ત્યાર બાદ હાર્દિક પટેલ અને તેમનો કાફલો અમદાવાદ જવા રવાન થશે. રસ્તામાં પણ કેટલીક જગ્યાઅો પર તેમનું સ્વાગત કરવામાં અાવશે. અમદાવાદ પહોંચી વ†ાલમાં રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ ૧૬ જુલાઈઅે વહેલી સવારે હાર્દિક વિરમગામ તેમના ઘરે જશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે હાર્દિક અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાજરી અાપશે. ત્યાર બાદ બપોરે સારંગપુર જવા રવાના થશે, ત્યાં તે બજરંગબલીના દર્શન કરશે, ત્યાર બાદ અાખો કાફલો ખોડલધામ જવા રવાના થશે. ત્યાંથી માતાના અાશિર્વાદ લઈને ઉમિયા ધામ સિદસર જશે. ત્યાર બાદ રાજકોટ જવા રવાના થશે અને પછી મોરબી જશે. મોરબીમાં રાતે ૧૦ વાગે પાટીદારો દ્વારા વિશાળ બાઈક રેલી કાઢવામાં અાવશે. હાર્દિક અા રેલીને પણ સંબોધશે. ત્યાર બાદ વિરમગામ પરત ફરશે. કોર્ટના અાદેશ મુજબ ૧૭ જુલાઈઅે ગુજરાત છોડી દેશે. હાર્દિકને રાજદ્રોહના કેસમાં ૬ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન અાપવામાં અાવ્યા છે. તેથી હાર્દિક તેના પરિવારજનો અને પાસના અાગેવાનો સાથે ચર્ચા કરીને તેમને ક્યાં રહેવું તે નક્કી કરાશે. જુદા જુદા રાજ્યોમાંથી હાર્દિકને જે અોફરો અાવી છે, તેના પર ચર્ચા કરાશે. પાસના અાગેવાનોના દાવા પ્રમાણે હાર્દિક પટેલને રહેવા માટે રાજસ્થાનના ગુર્જર નેતાઅો, હરિયાણાના અેક જાટ નેતાઅે તૈયારી બતાવી છે. તો બીજી તરફ મુંબઈના હાર્દિકના કેટલાક સંબંધીઅો રહે છે. ત્યારે હાર્દિક પટેલ અા ત્રણ રાજ્યોમાંથી કોઈ અેક સ્થળે રહેશે તેવી ચર્ચા ચાલી રહી છે, જા કે તે ક્યાં રહેશે તેનો અાખરી નિર્ણય હાર્દિક અને પાસના સભ્યો મળીને કરશે. ઉલ્લેખનીય છે કે, ૧૫ જુલાઈઅે હાર્દિક સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થશે, અેજ દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન અાનંદીબેન પટેલ પણ સુરતના પ્રવાસે છે.

LEAVE A REPLY