સુશાંત સિંહ હવે ખુબસુરત સૈશા સહગલ સાથે દેખાશે

0
229

સુશાંત સિંહ રાજપુત હવે નવી અભિનેત્રી ૧૮ વર્ષીય સૈશા સહગલની સાથે કામ કરવા જઇ રહ્યો છે. ખુબ અોછા લોકો જાણે છે કે સૈશા સહગલ વિતેલા  વર્ષોમાં બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલા અબિનેતા સુમિત સહગલની પુત્રી છે. ટી-સિરિઝ દ્વારા અા ફિલ્મનુ નિર્માણ કરવામાં અાવી રહ્યુ છે. રિતિક રોશન અને સોનમ કપુરને અાવરી લઇને ધીરે ધીરે, ઇમરાન હાશ્મી અને ઇશા ગુપ્તાને અાવરી લઇને મે રહુ યા ન રહુ જેવા લોકપ્રિય વિડિયો સોંગ બનાવનાર ટી-સિરિઝ દ્વારા અા ફિલ્મનુ નિર્માણ કરવામાં અાવનાર છે. હાલમાં ટાઇગર શ્રોફ અને દિશા પટ્ટનીને લઇને બેફિક્રે ફિલ્મનુ નિર્માણ કરવામાં અાવી રહ્યુ છે. અજય દેવગનની સાથે તે શિવાય ફિલ્મમાં પણ નજરે પડવા જઇ રહી છે. બોલિવુડમાં અેક્શન કિંગ તરીકે જાણીતા સ્ટાર અજય દેવગન સુમિત સહેગલની પુત્રીને લોંચ કરવા માટે તૈયારી કરી ચુક્યો છે. શિવાય નામની ફિલ્મ અેક્શનથી ભરપુર ફિલ્મ છે. પ્રાપ્ત માહિતી મુજબ બન્નેની ફિલ્મને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. સૈશા પણ બોલિવુડમાં વધુને વધુ લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે. જા કે બોલિવુડમાં ટકી રહેવા માટે તેને ભારે મહેનત કરવી પડી શકે છે. કારણ કે નવી નવી અભિનેત્રી તમામ કુશળતા સાથે બોલિવુડમાં અાવી રહી છે. સાથે સાથે તેમની જગ્યા પુરવાર કરી રહી છે. સુમિત સહેગલે કેટલીક ફિલ્મોમાં અભિનેતા તરીકેની ભૂમિકા અદા કરી હતી. જા કે તે અભિનેતા તરીકે મોડેથી ^લોપ રહ્યો હતો.

સાથે સાથે અાખરે બોલિવુડમાંથી ફેંકાઇ ગયો હતો. સુશાંત સિંહ પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં કૃતિ સનુન  સાથેની રાબ્તા ફિલ્મનો સમાવેશ થાય છે. અા ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં અાવ્યુ છે. ફિલ્મના નિર્માણ બાદ અને છેલ્લી ઘડીના તમામ પ્રયાસો રજૂઅાતને લઇને હાલમાં ચાલી રહ્યા છે. કૃતિ પ્રથમ સુશાંત સાથે નજરે પડનાર છે. સૈશા પણ સુશાંત સાથે કામ કરવાને લઇને અાશાવાદી દેખાઇ રહી છે.

LEAVE A REPLY