સુશાંત અને અંકિતા લોખંડે વચ્ચે સમાધાનની શક્યતા

0
299

બોલિવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપુત અને અંકિતા લોખંડે વચ્ચે ફરી સમાધાન થઇ જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ બન્ને તેમના સંબંધોને વધુ અેક તક અાપવા માટે  તૈયાર છે. મતભેદોને દુર કરવાના પ્રયાસ હાલમાં કરવામાં અાવી રહ્યા છે. તેમની વચ્ચે બ્રેક અપના સમાચારને લઇને તેમના ચાહકોને થોડાક સમય પહેલા નિરાશા હાથ લાગી હતી. ખાસ કરીને લોકોને અાઘાત અેટલા માટે  પણ લાગ્યો હતો કે તેમને જાહેરમાં લગ્ન કરવાની જાહેરાત કરી હતી. અા બન્નેઅે અહી સુધી કહ્યુ હતુ કે અા વર્ષના અંત સુધીમાં તેઅો લગ્ન કરી લેશે. જા કે હવે અેમ લાગી રહ્યુ છે કે તેમના ચાહકોને ખુશ થવા માટે તક મળનાર છે. કારણ કે તેમની વચ્ચે સંબંધ ફરી સામાન્ય બની રહ્યા છે. હવે સમાધાનના પ્રયાસ કરાઇ રહ્યા છે. અેવા સમાચાર મળ્યા છે કે અંકિતા અને સુશાંત સિંહ રાજપુત પોતાના સંબંધને વધુ અેક તક અાપવા માટે ઇચ્છુક છે. રિપોર્ટ મુજબ સુશાંત સિંહે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને અંકિતાની સાથે સંબંધને સામાન્ય બનાવવાના પ્રયાસમાં છે. અત્રે નોંધનીય છે કે અંકિત સાથે સંબંધ તુટી ગયા બાદ સુશાંત અને કૃતિ વચ્ચે પ્રેમ સંબંધ હોવાના હેવાલ અાવ્યા હતા. બન્નેના કેટલાક ફોટો પણ સોશિયલ મિડિયામાં જારી કરવામાં અાવ્યા હતા. બન્નેના ફોટો સાથે અાવ્યા બાદ બોલિવુડમાં અને સામાન્ય ફિલ્મી ચાહકોમાં તેમની ચર્ચા જાવા મળી રહી હતી. જા કે સુશાંત અને કૃતિ વચ્ચે સંબંધોને રદિયો અાપવામાં અાવ્યો હતો. બન્નેઅે તેમની વચ્ચે કોઇ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો. જા કે ચર્ચા જારી રહી હતી. સુશાંત અને કૃતિ હાલમાં અેક સાથે ફિલ્મ પણ કરી રહ્યા છે. જેમાં રાબ્તાનો સમાવેશ થાય છે. અા ફિલ્મનુ વિદેશમાં શુટિંગ કરવામાં અાવ્યા બાદ હવે ફિલ્મને રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અંકિતા અને સુશાંત વચ્ચે પ્રેમ સંબંધોની જાહેરમાં ચર્ચા રહી હતી. વાત લગ્ન સુધી પણ પહોંચી હતી. હવે ફરી વાત અાગળ વધી શકે છે.

LEAVE A REPLY