સની લિયોન અરબાજ સાથે ફિલ્મમાં દેખાશે

0
516

સની લિયોન પાસે ફિલ્મ સતત અાવી રહી છે.તેની ફિલ્મોને બોક્સ અોફિસ પર ઉલ્લેખનીય સફળતા મળી રહી નથી પરંતુ સતત ફિલ્મો અાવી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં બેઇમાન લવ અને અન્ય ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની પાસે હાલમાં સૌથી વધારે ફિલ્મો છે. શાહરૂખખાનની સાથે તે રઇસમાં અાઇટમ સોંગ કરી રહી છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો છે. જેમાં હવે તે સલમાનખાનના ભાઇ અરબાજ ખાન સાથે ફિલ્મમાં નજરે પડનાર છે. સની લિયોને પોતે જાહેરાત કરી છે કે તે અરબાજ ખાન સાથે તેરા ઇન્તજાર નામની ફિલ્મ કરી રહી છે. જેનુ શુટિંગ અાગામી મહિનામાં અથવા તો અોગષ્ટમાં શરૂ કરવામાં અાવનાર છે. સની લિયોન અા મોટી ફિલ્મ માટે તમામનો અાભાર માની રહી છે. હાલમાં તેની મસ્તીઝાદે અને વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મો બોક્સ અોફિસ પર કોઇ જાદુ જગાવી શકી ન હતી. અાગામી પ્રોજેક્ટ અંગે પુછવામાં અાવતા સની લિયોને કહ્યુ છે કે તેની પાસે કેટલાક પ્રોજેક્ટ રહેલા છે. હાલમાં તે કોન્ડોમ બ્રાન્ડ માટે કેલેન્ડર લોંચ કરવા માટે પહોંચી હતી. ટિના અેન્ડ લોલો ફિલ્મમાં પણ તે કરિશ્મા તન્ના સાથે કામ કરી રહી છે. બેઇમાન લવમાં તે રજનીશ ડુગ્ગલની સાથે કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તેને અનેક ફિલ્મોની અોફર મળી રહી છે. જેને લઇને તે સંપૂર્ણપણે સંતુષ્ટ છે. તેનુ કહેવુ છે કે તે દરેક રોલને ન્યાય અાપવા માટે પ્રયાસ કરી રહી છે. બોલિવુડમાં સતત સમર્થન મેળવી રહેલી સની લિયોનના વલણથી બોલિવુડમાં  તમામ લોકો ખુશ છે. રણબીર કપુર અને કેટરીના કેફ અભિનિત અેક ફિલ્મમાં તે અાઇટમ સોંગ કરવા પણ જઇ રહી છે. સૌથી બોલબાલા તો તે રઇસ ફિલ્મમાં તેના અાઇટમ સોંગના કારણે જગાવી શકે છે. અા ફિલ્મ વર્ષ ૨૦૧૭માં જાન્યુઅારીમાં રજૂ કરવામાં અાવનાર છે. ફિલ્મમાં શાહરૂખખાન ગુજરાતના અેક બુટલેગરની ભૂમિકામાં નજરે પડનાર છે.

LEAVE A REPLY