રિતિકે સેટેલાઇટ અધિકાર માટે ૫૫૦ કરોડ લીધા

0
332

રિતિક રોશને ૫૫૦ કરોડની મહાકાય સોદાબાજી કરી લીધી હોવાના અહેવાલ મળ્યા છે. મળતી માહિતી મુજબ રિતિક રોશને તેની અાગામી છ ફિલ્મોના સેટેલાઇટ અધિકારો માટે ૫૫૦ કરોડની સોદાબાજી કરી છે. રિતિક રોશન છેલ્લે ટોમ ક્રુઝ અને કેમરુન ડાયઝ અભિનિત નાઇટ અેન્ડ ડેની સત્તાવાર રિમેક ફિલ્મ બેંગ બેંગમાં નજરે પડ્યો હતો. અા ફિલ્મ બોક્સ અોફિસ ઉપર રેકોર્ડ સર્જી ગઈ હતી. સિદ્ધાર્થ અાનંદની અા ફિલ્મ ખુબ જ સફળ સાબિત થઇ હતી જેમાં કેટરીના કૈફની પણ ભૂમિકા હતી. રિતિકે છેલ્લા ચાર ફિલ્મો પાંચ વર્ષના ગાળામાં કરી છે જેમાં ૨૦૧૧માં જીંદગી ના મિલેગી દૌબારા, ૨૦૧૨માં અÂગ્નપથ, ૨૦૧૩માં ક્રિશ-૩, ૨૦૧૪માં બેંગ બેંગનો સમાવેશ થાય છે. અા તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. અાજ કારણસર રિતિકને જંગી રકમ મળી રહી છે. ૨૦૧૭ની શરૂઅાત કાબિલ મારફતે થશે. સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત અેક્શન ડÙામા ફિલ્મની રઇશ સાથે રજૂ થશે. વર્ષની સૌથી મોટી ફિલ્મ તરીકે અા રહી શકે છે. પ્રજાસત્તાક દિવસે ફિલ્મ રજૂ થશે. ફિલ્મનું શૂટિંગ થાય તે પહેલા જ ૪૫ કરોડમાં સેટેલાઇટ અધિકારો વેચાઈ ચુક્યા છે. બાકી તમામ ફિલ્મો પણ જંગી સેટેલાઇટ કિંમતે વેચાઈ છે. અા ફિલ્મમાં તે અંધ વ્યÂક્તની ભૂમિકામાં છે. વર્ષ ૨૦૧૩માં સલમાન ખાને અા પ્રકારની સમજૂતિ કરી હતી અને ૫૦૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા. તેની તમામ ફિલ્મો ૨૦૧૭ સુધી રજૂ થનાર છે જેના સેટેલાઇટ અધિકારો વેચાઈ હ તી. વરુણ ધવને પણ હાલમાં ૩૦૦ કરોડની સમજૂતિ સેટેલાઇટ અધિકારો માટે કરી છે જેમાં તેની અાગામી ફિલ્મોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY