મોદીને ફટકો : અરૂણાચલમાં કોંગ્રેસની સરકાર સત્તારૂઢ થશે

0
247

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અેનડીઅે સરકારને ઉત્તરાખંડ બાદ હવે અરૂણાચલ પ્રદેશને લઇને પણ મોટો ફટકો પડ્યો છે. અરૂણાચલ પ્રદેશ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેન્દ્ર સરકારને પીછેહટનો સામનો કરવાની ફરજ પડી છે. સુપ્રીમ કોર્ટે અાજે મહત્વપૂર્ણ ચુકાદો અાપતા કહ્યુહતુ કે રાજ્યમાં નબામ તુકીની સરકારને દુર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરબંધારણીય હતી. કોર્ટે પોતાના અાદેશમાં તાત્કાલિક ઘોરણે નબામ તુકી સરકારને ફરી સત્તારૂઢ કરવાનો અાજે અાદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટના અૈતિહાસિક ચુકાદા અંગે પ્રતિક્રિયા અાપતા તુકીઅે કહ્યુ હતુ કે અા નિર્ણય દાખલારૂપ છે. કેન્દ્ર સરકાર અને ભાજપના નેતાઅોને સમજી  લેવાની જરૂર છે કે લોકો દ્વારા ચૂંટી  કાઢવામાં અાવેલી સરકારોને ગેરબંધારણીય તરીકાનો ઉપયોગ કરીને દુર કરવાની નિતી યોગ્ય નથી. તેઅો પ્રદેશમાં જઇને ધારાસભ્યો અને નેતાઅો સાથે વાત કરનાર છે. કોર્ટે કહ્યુ હતુ કે પ્રદેશમાં ૧૫મી ડિસેમ્બર ૨૦૧૫થી પહેલાની Âસ્થતીને પુન સર્જવામાં અાવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને તેમની ટિકા કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા વિધાનસભાનુ સત્ર બોલાવવા અને વિધાનસભાના સ્પીકરને દુર કરવાની પ્રક્રિયાને પણ ખોટી ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ખુલાસો કરતા કહ્યુહતુ કેનવમી ડિસેમ્બર બાદથી રાજ્યપાલ દ્વારા લેવામાં અાવેલા તમામ નિર્ણય સંપૂર્ણપણે ગેરબંધારણીય હતા. નબામ તુકી તરફથી તરફેણ કરી રહેલા વકીલ વિવેક તનખાઅે કહ્યુ  હતુ કે અા નિર્ણય લોકશાહી માટે અેક જીત સમાન છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં મહામહિમ રાજયપાલ દ્વારા નવમી ડિસેમ્બરના દિવસે લેવામાં અાવેલા નિર્ણયોને ખોટા ગણાવ્યા છે. અા નિર્ણય રાજ્યપાલોના નિર્ણય સામે પ્રશ્નો ઉઠાવે છે. અમને કોર્ટના નિર્ણય પર ગર્વ છે. અેક વાર ફરી સાબિતી મળી છે કે ભારતીય ન્યાયપાલિકા ખરા અર્થમાં બંધારણની સુરક્ષા કરે છે. નિર્ણય તમામ રીતે અૈતિહાસિક છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા કહેવામાં અાવ્યુ છે કે ભાજપ હવે દેશના લોકોની માફી માંગે. કારણ કે બંધારણને સંકટમાં મુકવાનુ કામ ભાજપ દ્વારા કરાયુ છે. કોંગ્રેસના વકીલ તનખાઅે કહ્યું હતું કે, કેન્દ્રની સરકારે મનમરજીથી કામ કયુ હતું. હવે કેન્દ્ર સરકારની મનમરજી પર સુપ્રીમ કોર્ટે અેક મોટો તમાચો માર્યો છે. તેમણે અેમ પણ કહ્યું હતું કે, કોર્ટે ચુકાદો અાપવામાં જે વિલંબ થયો છે તેને લઇને દુખ પણ વ્યક્ત કયુ હતું. અાખરે વિચારધારાની રાજનીતિને ફગાવી દઇને સુપ્રીમ કોર્ટે ફરી અેકવારે બંધારણીય મૂલ્યોનું જતન કયુ છે. રાજ્યપાલની શÂક્તઅોની સામે કોંગ્રેસ દ્વારા કોર્ટમાં અપીલ દાખલ કરવામાં અાવી હતી. કોંગ્રેસે ભાજપ દ્વારા પ્રદેશના અસંતુષ્ટ ધારાસભ્યોની મદદનો અાક્ષેપ કર્યો હતો.

ડિસેમ્બર મહિનામાં રાજ્યપાલ જેપી રાજખોવાઅે સરકારની ઇચ્છા વિરુદ્ધ વિધાનસભા સત્રને અાગળ વધારી દેતા હોબાળો થયો હતો. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં રાજકીય અÂસ્થરતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું તે વખતે અરુણાચલમાં કોંગ્રેસના ૪૭ પૈકી ૨૧ ધારાસભ્યોઅે ડેપ્યુટી સ્પીકરનું સમર્થન કયુ હતું. ભાજપના ૧૧ અને બે અપક્ષો પણ ડેપ્યુટી સ્પીકરના સમર્થનમાં દેખાયા હતા જેથી તુકી સરકાર લઘુમતિમાં મુકાઈ ગઈ હતી. અા ગાળા દરમિયાન રાજકીય સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરી હતી.

LEAVE A REPLY