બીજા ૩૬ દેશોના નાગરિકોને ટુંકમાં ઇ-વીઝા અાપવા તૈયારી

0
210

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અેનડીઅે સરકાર હવે બીજા ૩૬ દેશોના નાગરિકોને ઇ-વીઝા અાપવાના મુદ્દા પર વિચારણા કરી રહી છે. અા ૩૬ દેશોના લોકોને ઇ-વીઝા સુવિધા અાપી દેવામાં અાવનાર છે. કેન્દ્રિય પ્રવાસ મંત્રાલય ૩૬ દેશોના લોકોને ઇ-વીઝા અપાશે. અા અંગેની દરખાસ્ત કેન્દ્રિય ગૃહ મંત્રાલયને મંજુરી માટે મોકલી દેવામાં અાવી છે. જા અા દરખાસ્તને સ્વીકારી લેવામાં અાવશે તો ૧૮૬ દેશો ભારતમાં પ્રવાસ કરવા માટે અોનલાઇન વીઝા સુવિધાનો લાભ લઇ શકશે. ઇ-ટ્યુરિસ્ટ વીઝા સ્કીમને જારદારરીતે સફળતા મળ્યા બાદ હવે ઇરાન સહિત બીજા ૩૬ દેશોના નાગરિકોને અા સુવિધા અાપશે. જે દેશોના નાગરિકોને અા સુવિધા અાપવા માટે વિચારણા ચાલી રહી છે તેમાં ઇરાન, ઇજિપ્ત,  અને નાઇઝેરિયાનો સમાવેશ થાય છે. ઇટાલી, તુર્કી, ઇથિઅોપિયા અને અન્ય કેટલાક દેશો પણ યાદીમાં સામેલ છે. નવેમ્બર ૨૦૧૩માં અોનલાઇન વીઝા સ્કીમ લોંચ કરવામાં અાવી હતી. ત્યારબાદથી અા સ્કીમને સતત લંબાવી દેવામાં અાવી છે. પ્રવાસીઅોમાં સ્કીમ ખુબ લોકપ્રિય થઇ રહી છે. પ્રવાસ મંત્રાલયના અાંકડા દર્શાવે છે કે જાન્યુઅારી-જુન ૨૦૧૬ દરમિયાન ઇ-ટ્યુરિસ્ટના વીઝા પર ભારતમાં કુલ ૪૭૧૯૦૯ પ્રવાસી અાવ્યા હતા. જ્યારે જાન્યુઅારી જુન ૨૦૧૫માં ૧૨૬૨૧૪ પ્રવાસી અાવ્યા હતા. પ્રવાસીઅોની સંખ્યામાં ૨૭૩.૯ ટકાનો વધારો થઇ ગયો છે.

હાઇ ગ્રોથ ઇ-ટ્યુરિસ્ટ વીઝાના કારણે થયો છે. ફેબ્રુઅારી ૨૦૧૬માં ૧૫૦ દેશો માટે ઇ-ટ્યુરિસ્ટ વીઝાની સુવિધા અાપવામાં અાવી હતી. જે અગાઉ ૭૬ દેશની હતી. જુન ૨૦૧૬માં ૩૬૯૮૨ પ્રવાસી અાવ્યા હતા. જ્યારે ગયા વર્ષે અા ગાળા દરમિયાન ૧૫૫૫૭ પ્રવાસી પહોંચી ગયા હતા. તેમાં ૧૩૭.૭ ટકાનો વધારો થયો છે. તેમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. ઇ વિઝા ફેસેલિટીનો સૌથી વધારે ઉપયોગ કરનારાઅોમાં અમેરિકાનો સમાવેશ થાય છે. અમેરિકા તરફથી સૌથી વધુ સંખ્યામાં ટ્યુરિસ્ટો અા સુવિધા મારફતે ભારતમાં અાવ્યા છે અને અા ટકાવારી સૌથી વધારે નોંધાઈ છે. પ્રવાસીઅોની મહત્તમ સંખ્યાની ટકાવારી ૨૩.૨૨ ટકા નોંધાઈ છે. બ્રિટનની ટકાવારી ૧૪.૧૬ ટકા નોંધાઈ છે. ચીનની ટકાવારી ૬.૯૧ ટકા, અોસ્ટ્રેલિયાની ૫.૫૯ ટકા જેટલી ટકાવારી નોંધાઈ છે. જૂન મહિનામાં નવી દિલ્હી ફેવરિટ પોર્ટ તરીકે છે. અા વિમાની મથકનો ઉપયોગ કરનારાઅોની સંખ્યા ૪૨.૧૫ ટકા નોંધાઈ છે ત્યારબાદ મુંબઈ અેરપોર્ટની સંખ્યા છે. ત્યાં ૨૨.૯૪ ટકા પ્રવાસીઅો પહોંચે છે. બેંગ્લોર વિમાની મથકે ૯.૯૫ ટકા લોકો પહોંચે છે.

ઇ વિઝાનો ઉપયોગ…

મે ૨૦૧૬માં ટોપ ૧૦ દેશો દ્વારા ઇ વિઝાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં અાવ્યો છે. અમેરિકાના પ્રવાસીઅો દ્વારા સૌથી વધુ સંખ્યામાં ઇ વિઝા ફેસેલિટીનો ઉપયોગ કરવામાં અાવ્યો છે. ત્યારબાદ બ્રિટન, ચીન, અોસ્ટ્રેલિયા, ફ્રાંસનો સમાવેશ થાય છે. મે ૨૦૧૬ના અાંકડા પરથી અા બાબત સ્પષ્ટ થયા છે. સૌથી વધુ અાકર્ષણ ઇ વિઝા ફેસેલિટીનો રહ્યો છે. અા દેશો દ્વારા કેટલી ટકાવારીમાં ઇ વિઝા ફેસેલિટીનો ઉપયોગ કરાયો છે તે નીચે મુજબ છે.

દેશ                      ઇ-વિઝા ઉપયોગ (ટકામાં)

અમેરિકા             ૨૩.૨૨

બ્રિટન                 ૧૪.૧૬

ચીન                     ૬.૯૧

અોસ્ટ્રેલિયા       ૫.૫૯

ફ્રાંસ                     ૪.૧૦

જર્મની                 ૪.૦૩

કેનેડા                   ૪.૦૨

સિંગાપોર            ૨.૬૨

મલેશિયા             ૨.૫૩

સ્પેન                    ૨.૪૦

નોંધ : કેન્દ્રીય પ્રવાસ મંત્રાલય દ્વારા અાંકડા અપાયા

LEAVE A REPLY