જવાનો પાસેથી મોટી સંખ્યામાં શસ્ત્રો અાંચકી લેવાયા

0
118

નવી દિલ્હીઃ હિજબુલના ત્રાસવાદી બુરહાન વાનીના મોત બાદ પ્રથમ શુક્રવારના દિવસે કોઇપણ હિંસા ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં અાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરક્ષા દળો પાસેથી હાલમાં મોટી સંખ્યામાં હથિયારો તોફાની ટોળા દ્વારા અાંચકી લેવામાં અાવ્યા હતા. અા હથિયારો મારફતે શ†ાગાર બનાવવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. જેનો ઉપયોગ સુરક્ષા દળો સામે જ કરવામાં અાવી શકે છે. સુત્રોના કહેવા મુજબ બે દિવસ અગાફ કુલગામમાં દમહાલ હાન્જી પોરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં અાવ્યા બાદ જમ્મુ કાશ્મીર પોલીસના હથિયારો અાંચકી લેવામાં અાવ્યા હતા. જેમાં ૭૦થી વધારે સેમી અોટોમેટિક અને અોટોમેટિક હથિયારોનો સમાવેશ થાય છે. મંગળવારના દિવસે સૈનિકો પાસેથી હથિયારો અાંચકી લેવાના પ્રયાસ કરવામાં અાવ્યા હતા. ટ્રાલમાં તોફાની ટોળકીઅે પોલીસ પોસ્ટ પર ચાર કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો.જેમાં તેમની પાસેથી હથિયારો અાંચકી લેવામાં અાવ્યા હતા. પોલીસ જવાનો તેમની રાઇફલને સાચવી લેવામાં સફળ રહ્યા હતા જા કે તેઅો મેગઝીન લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસ અને અર્ધલશ્કરી દળો પર હાલમાં કેટલાક હુમલા કરવામાં અાવ્યા છે.

રાજ્યમાં હાલમાં પોલીસ અને સુરક્ષા દળોની પાસેથી હથિયારોની લુટની પ્રક્રિયા કોઇ નવી નથી. જાકે અેક દશક અગાઉની સરખામણીમાં Âસ્થતી હવે સુધરી છે. વાની સપાટી પર અાવ્યા બાદ અાવી ગતિવિધી ફરી વધી હતી. હિજબુલના પોસ્ટર બોય તરીકે વાની બની ગયો હતો. તે સુરક્ષા દળો પર હુમલા કરીને તેમના હથિયારો અાંચકી લેવા માટે યુવાનો કહી રહ્યો હતો. મંગળવારના દિવસે ૩૦૦૦થી વધારે લોકોના ટોળાઅે સંચારબંધીનો ભંગ કરીને સુરક્ષા દળો તરફ અાગળ વધ્યા હતા.

LEAVE A REPLY