ગોધરકાંડના વધુ અેક નાસતો ફરતો અારોપી ઝડપાયો

0
124

અમદાવાદઃ ગોધરા કાંડમાં નાસતા ફરતા વધુ અેક અારોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રના માલેગાવથી પકડવામાં સફળતા મળી છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં ઈમરાન ભટુક નામનો ગોધરા કાંડનો અારોપી છુપાયો હોવાની ક્રાઈમ બ્રાંચને જાણ થતા ક્રાઈમ બ્રાંચની ટીમ માલેગાંવ પહોંચી હતી ત્યાંથી તેને પકડીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તેને અમદાવાદ લઈ અાવી છે. જ્યાં ગોધરા કાંડ અંગેની તપાસ માટે ગાંધીનગર તપાસ પંચને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.

અા અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ ગોધરા રેલ્વે કાંડના નાસતા ફરતા અારોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. અારોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. અારોપીને માલેગાંવ મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ૨૭મી ફેબ્રુઅારી ૨૦૦૨ના રોજ ગોધરાના ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી અેક્સપ્રેસ ટ્રેનના અેસ-૬ કોચમાં અાગ લગાડી દેવાનો ગોઝારો બનાવ બનવા પામેલ હતો. જેમાં ૫૯ યાત્રીઅો મૃત્યુ પામ્યા હતા. ૪૮ યાત્રીઅો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અા ઘટના બનતા અાખા ભારતને હચમચાવી દીધું હતું. અા અંગે ગોધરા રેલ્વે ખાતે ગુનો નોંધયો હતો. અા અંગેની તપાસ ગોધરા રેલ્વે પોલીસ દ્વારા કરવામાં અાવી હતી. ત્યાર બાદ સીઅાઈડી દ્વારા કરવામાં અાવી હતી. ત્યાર બાદ નામદાર સુપ્રીમ કોર્ટના અાદેશ બાદ અા ગુનાની તપાસ માટે દળની રચના કરવામાં અાવી હતી અને અાગળની તપાસ કરવામાં અાવી હતી. અા ગુનામાં કુલ ૯૪ અારોપીઅોની અલગ અલગ સમયે ધરપકડ કરી હતી. અા ગુનામાં સ્પેશિયલ કોર્ટમાં ૩૧ અારોપીઅોને દોષિત ગણાવવામાં અાવ્યા હતા. જેમાં ૧૧ અારોપીને ફાંસીની સજા અને ૨૦ અારોપીઅોને અાજીવન કેદની સજા ફટકારવામાં અાવી હતી. અા ગુનાની તપાસમાં વોન્ટેડ અારોપી ઈમરાન અહેમદ ભટુક ઘટના બાદ નાસતા ફરતો હતો. અારોપી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે રહેતો હોવાની બાતમી મળી હતી. બાતમીના અાધારે છ મહિનાથી અારોપી પર નજર રાખવામાં અાવતી હતી. અારોપી હાલ પત્ની બાળકો સાથે મહારાષ્ટ્રના માંલેગાવ ખાતે ભાડાના મકાનમાં રહેતો અને અોટો રીક્ષા ચલાવતો હતો. ક્રાઈમ બ્રાંચની અેક ટીમ બનાવવામાં અાવી હતી અને મહારાષ્ટ્ર માલેગાવ રવાના થઈ હતી. અારોપી ઈમરાન અહેમદ ભટુક (ઉ.વ.૩૫)નાને માલેગાંવ ચંદનપુરીનાકા પાસેથી ધરપકડ કરી હતી. પકડાયેલા અારોપીઅોની સઘન પુછપરછ કરતાં અારોપી ગોંધરાકાંડના સાત મહીના બાદ મહારાષ્ટ્રના નદુંરબાર ખાતે જતો રહ્યો હતો. તે પછી મહારાષ્ટ્રના ધુલીયા ખાતે જતો રહ્યો હતો. જ્યાં છ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહી હોટલમાં નોકરી કરતો હતો. ધુલીયા ખાતે રહેતી અામીનાબાનુ સાથે લગ્ન કરી મહારાષ્ટ્રના માલેગાંવ જતો રહ્યો હતો અને રીક્ષા ફેરવાતો હોવાનું  જાગાવ્યું હતું. અા અંગે અારોપીને વધુ તપાસ અર્થે ગોધરા રેલ્વે કાંડ તપાસ પંચ ગાંધીનગર ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY