કાશ્મીર હિંસા : સંચારબંધીમાં હજુ કોઇ રાહત અાપવાનો સાફ ઇન્કાર

0
132

શ્રીનગરઃ હિજબુલના ત્રાસવાદી બુરહાન વાનીને અેન્કાઉન્ટરમાં ઠાર મારી દેવામાં અાવ્યા બાદ  અાજે સતત પાંચમા દિવસે પણ Âસ્થતી અજંપાભરી રહી હતી. કોઇ પણ જગ્યાઅે સંચારબંધીમાં રાહત અાપવાનો તંત્ર દ્વારા હાલમાં ઇન્કાર કરવામાં અાવ્યો છે. જા કે અા સંબંધમાં વિચારણા ચાલી રહી છે. સતત પાંચમી દિવસે જનજીવન ખોરવાયેલુ રહ્યુ હતુ. ચારેબાજુ મોટી સંખ્યામાં સુરરક્ષા જવાન તૈનાત કરવામાં અાવેલા છે.કાશ્મીર ખીણના તમામ ૧૦ જિલ્લામાં સંચારબંધી અાજે પણ યથાવતરીતે જારી રાખવામાં અાવી છે. જા કે તબક્કાવારરીતે રાહત અાપવાની વાતચીત ચાલી રહી છે. તમામ જગ્યાઅે સઘન સુરક્ષા વચ્ચે તંગ Âસ્થતી રહેલી છે. હિઝબુલ મુજાહિદીન ના કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનની શરૂઅાત થઇ હતી.  પોલીસ સુત્રોના કહેવા મુજબ છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધારે મોત અનંતનાગ જિલ્લામાં થયા છે. અહીં હિંસામાં ૧૩ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. અાજે Âસ્થતી સંપૂર્ણપણે કાબુમાં છે. મોતના અાંકડાને લઇને વિરોધભાષની Âસ્થતિ જાવા મળી રહી છે. અેકબાજુ મોતનો અાંકડો સત્તાવારરીતે ૨૪ દર્શાવવામાં અાવી રહ્યો છે જ્યારે ઇજાગ્રસ્તોનો અાંકડો સેંકડોમાં દર્શાવવામાં અાવી રહ્યો છે. અેક ઘાયલ થયેલા યુવાને હોÂસ્પટલમાં દમ તોડી દીધો હતો. અદીલ અહેમદ નામનો અા શખ્સ બીજબહેરા ખાતે ગોળીબારના બનાવમાં ઘાયલ થયો હતો. તેનું અેસઅેમઅેચઅેસ હોÂસ્પટલમાં મોત થયું હતું. અથડામણમાં ૩૫૦થી વધુ લોકો ઘાયલ થઇ ચુક્યા છે જે પૈકી ૧૧૫ સુરક્ષા જવાનો છે. હિઝબુલના ત્રાસવાદીના મોત બાદ હિંસા ચાલી રહી હતી. ખીણમાં Âસ્થતિ વિસ્ફોટક બનેલી છે.

વાનીના મોતના વિરોધમાં ચોથા દિવસે પણ દેખાવો જારી રહ્યા હતા.સત્તાવાળાઅોઅે શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પુરતી સંખ્યામાં જવાનોની ગોઠવણ કરી દીધી છે. જાનમાલના નુકસાનને ટાળવા માટે પણ પગલા લેવામાં અાવ્યા છે. અાજે પાંચમા દિવસે પણ ખીણમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા અને ટ્રેન સેવા બંધ રાખવામાં અાવી હતી. છેલ્લા પાંચ દિવસથી દુકાનો, ખાનગી અોફિસો, બિઝનેસ સંસ્થાઅો, પેટ્રોલ પંપ બંધ રાખવામાં અાવ્યા છે. સરકારી અોફિસો અને બેંકોમાં હાજરી નહીંવત દેખાઈ રહી છે. સ્કૂલમાં શૈક્ષણિક સંસ્થાઅો હાલમાં બંધ રાખવામાં અાવી છે. સેન્ટ્રલ યુનિવર્સિટી અોફ કાશ્મીર, કાશ્મીર યુનિવર્સિટી, ઇસ્લામિક યુનિવર્સિટી અોફ સાયન્સ અેન્ડ ટેકનોલોજી, જમ્મુ કાશ્મીર બોર્ડ અોફ સ્કૂલ અેજ્યુકેશન દ્વારા પ્રવર્તમાન Âસ્થતિના કારણે પરીક્ષાઅો મોકૂફ કરી દીધી છ. કાશ્મીરમાં Âસ્થતીને સામાન્ય કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. જા કે અલગતાવાદી હિંસાનો હાલમાં અંત અાવે તેવી શક્યતા દેખાઇ રહી નથી.

LEAVE A REPLY