હાર્દિક પટેલને હાઈકોર્ટે જામીન અાપ્યા પણ જેલમાં રહેવું પડશે

0
231

અમદાવાદઃ અેક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટે પાટીદાર સમુદાય માટે અાંદોલન કરીને ગુજરાતને હચમચાવી મુકનાર પાટીદાર લીડર હાર્દિક પટેલને રાજદ્રોહના બે કેસમાં અાજે જામીન અાપી દીધા હતા. જા કે, અાના માટે કેટલીક શરતો પણ લાગૂ કરવામાં અાવી છે. હાર્દિક પટેલને અાગામી છ મહિના સુધી ગુજરાતની બહાર રહેવું પડશે. જા કે, હાર્દિક પટેલ હાલમાં જેલની બહાર અાવી શકશે નહીં. કારણ કે, ધારાસભ્યની અોફિસમાં હિંસક તોડફોડના કેસમાં તેની સામે કેસ પેન્ડિંગ છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં તેની સામે અા કેસ પેન્ડિંગ રહેલો છે. ગુજરાતમાં પટેલ સમુદાયને અનામત અપાવવા માટે હાર્દિક પટેલે મોરચા સંભાળ્યા હતા. હાર્દિકની સામે અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહના કેસ દાખલ કરવામાં અાવ્યા હતા. હાર્દિકની સાથે અન્ય ૨૨ લોકોની સામે પણ રાજદ્રોહના અારોપમાં જામીન મળી ગયા છે. જા કે હાર્દિકને હજુ જેલમાંથી રાહત મળી શકશે નહીં. હાર્દિકે કોર્ટને ખાતરી અાપી છે કે, મુક્ત થયા બાદ તે શાંતિપૂર્ણરીતે અાંદોલન ચલાવશે. હાર્દિક પટેલે અોબીસી કેટેગરીમાં સામેલ કરવાને લઇને રાજ્યભરમાં અાનંદીબેનની સામે અાંદોલન છેડી કાઢ્યું હતું. હાર્દિક પટેલને સુરતની જેલમાં રાખવામાં અાવ્યો હતો. હાર્દિક પટેલ પટેલ સમુદાયના લોકોને નોકરી અને શિક્ષણ સંસ્થાઅોમાં અનામત અાપવાની માંગણી કરી રહ્યો હતો. જા કે, ગુજરાતમાં અા સમુદાયના લોકો અમીર છે અને ખેતી અને હીરાના કારોબારમાં છે. પટેલ સમુદાયના અા અાંદોલનમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. ગુજરાતના મોટા શહેરોમાં હાર્દિક પટેલના સમર્થકોઅે તોડફોડ કીર હતી. અા ગાળા દરમિયાન ગુજરાત પોલીસ ઉપર પટેલોની સામે હિંસા અને બળનો ઉપયોગ કરવાનો અાક્ષેપ મુકવામાં અાવ્યો હતો. અા અાંદોલન બાદ ગુજરાત સરકારે કહ્યું હતું કે, તે અાર્થિકરીતે પછાત સમુદાયના લોકોને ૧૦ ટકા અનામત અાપશે પરંતુ અેવી અાશા દેખાઈ રહી નથી. ગુજરાત હાઈકોર્ટથી ગુજરાત સરકારને અા મુદ્દે મંજુરી મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી. પટેલ સમુદાયના નેતાઅો પણ અાનાથી ખુશ નથી. ડિસેમ્બર ૨૦૧૫માં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક અને તેના ૨૨ સાથીઅોની સામે રાજદ્રોહનો કેસ દૂર કર્યો હતો પરંતુ તેમના ઉપર વિદ્રોહનો મામલો રાખવામાં અાવ્યો હતો જેથી હાર્દિક પટેલને જિલ્લા અને સેશન કોર્ટે જામીન અાપવાનો ઇન્કાર કર્યો હતો. હાર્દિક પટેલ સામે કેટલીક શરતો લેખિતમાં લેવામાં અાવી છે. અોક્ટોબર ૨૦૧૫થી ૨૨ વર્ષીય પટેલે અાંદોલન ચલાવ્યું હતું. કેસમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી ઉપÂસ્થત રહેલા અરજીદારે મિતેષ અમીને હાર્દિકની જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, જા તેને છોડવામાં અાવશે તો તે ફરીવાર ગુનાઅો કરશે. જેલની બહાર તેની હાજરી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિને બગાડી શકે છે. હાર્દિકના વકીલ ઝુબીન ભરદાઅે કોર્ટમાં કહ્યું હતું કે, હાર્દિક છ મહિના સુધી રાજ્યની બહાર રહેવા માટે તૈયાર છે. સુનાવણી દરમિયાન સરકારે લેખિત બાંહેધરી માટેની હાર્દિકની અોફરને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.હાર્દિક પટેલ અને તેના સાથીઅો સામે અગાઉ જુદી જુદી કલમો લાગૂ કરવામાં અાવી હતી.

LEAVE A REPLY