મોદી કેબિનેટમાં ૭૨ સભ્ય કરોડપતિ : હેવાલમાં ધડાકા

0
139

નવીદિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટનું હાલમાં જ વિસ્તરણ કરીને મોટાપાયે ફેરફાર કરવામાં અાવ્યા હતા. અાની સાથે જ કેન્દ્રીય કેબિનેટમાં સંખ્યા પણ બદલાઈ હતી. હવે હાલમાં જ કરવામાં અાવેલા અભ્યાસમાં કહેવામાં અાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં કરોડપતિની સંખ્યા ૭૨ થઇ ગઇ છે જ્યારે પોતાની સામે ફોજદારી કેસો ધરાવતા સભ્યોની સંખ્યા વધીને ૨૪ ઉપર પહોંચી ગઈ છે. અભ્યાસમાં જણાવવામાં અાવ્યું છે કે, ગયા સપ્તાહમાં જ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં અાવ્યું હતું. ૧૯ નવા પ્રધાનોને સામેલ કરવામાં અાવ્યા હતા. પાંચને પડતા મુકી દેવામાં અાવ્યા હતા. અાની સાથે સંખ્યા વધીને ૭૮ થઇ ગઇ હતી. સંખ્યા પૈકી ૭૨ કરોડપતિ હોવાની વિગત સપાટી ઉપર અાવી છે. નવા સામેલ  ોની સરેરાશ સંપત્તિ ૮.૭૩ કરોડ થઇ ગઇ છે જ્યારે સમગ્ર પ્રધાનમંડળના સભ્યોની સરેરાશ સંપત્તિ ૧૨.૯૪ કરોડ થઇ ગઇ છે. દિલ્હી Âસ્થત થિંકટેંક અેસોસિઅેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા કરવામાં અાવેલા અભ્યાસમાં અા મુજબની વાત કરવામાં અાવી છે. નવા સામેલ કરવામાં અાવેલા પ્રધાનોમાં અેમજે અકબરનો સમાવેશ થાય છે. તેમની સંપત્તિ ૪૪.૯૦ કરોડની અાસપાસની રહી છે જ્યારે પીપી ચૌધરીની સંપત્તિ ૩૫.૩૫ કરોડની રહી છે જ્યારે વિજય ગોયેલની સંપત્તિ ૨૯.૯૭ કરોડ નોંધાઈ છે. રાજસ્થાનથી અા બંને રાજ્યસભાના સભ્યો છે. અેક કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર નવા પ્રધાનોમાં રમેશ જીગાજીનેગી, પુરુષોત્તમ રૂપાલા, અનુપ્રિયાસિંહ પટેલનો સમાવેશ થાય છે. અા તમામની સંપત્તિ પણ અેક કરોડથી વધારે છે.અેડીઅાર મુજબ કુલ ૭૮ કેન્દ્રીય મંત્રીઅો પૈકી ૯ દ્વારા તેમની સંપત્તિ ૩૦ કરોડથી વધુ અાંકવામાં અાવી છે જેમાં નાણામંત્રી અરુણ જેટલી ૧૧૩ કરોડ, ફુડપ્રોસેસીંગ પ્રધાન હરસિમરત કૌર ૧૦૮ કરોડ, પીયુષ ગોયેલ ૯૫ કરોડનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય અને હાલમાં જ કેબિનેટમાં સામેલ કરવામાં અાવેલા અનિલ માધવ દવેની સંપત્તિ સૌથી અૌછી ૬૦..૯૭ કરોડ રહી છે. કુલ છ પ્રધાનોની સંપત્તિ અેક કરોડથી અોછી રહી છે. ૭૮ સભ્યોના કેબિનેટમાં ગુનેગારી કેસો ધરાવનાર સભ્યોની સંખ્યા ૨૪ દર્શાવવામાં અાવી છે. પ્રધાનોની વય અંગે અભ્યાસમાં જણાવવામાં અાવ્યું છે કે, ત્રણની વય ૩૧થી ૪૦ વચ્ચેની છે. ૪૪ની વય ૪૧થી ૬૦ની છે જ્યારે ૩૧ની વય ૬૧.૮૦ વચ્ચે છે. તમામ ૭૮ પ્રધાનો પૈકી ૧૪ તેમની શૈક્ષણિક લાયકાત ૧૨મું પાસ અથવા તો તેનાથી અોછી દર્શાવી છે જ્યારે ૬૩ની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુઅેશન અથવા તો તેનાથી ઉપરની રહી છે.

LEAVE A REPLY