પરિણિતી ચોપડાઅે મહેશ બાબુ સાથેની ફિલ્મ છોડી

0
380

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં પોતાની બહેન પ્રિયંકા ચોપડાની જેવી સફળતા નહી મેળવનાર પરિણિતી ચોપડાઅે હવે સુપરસ્ટાર અભિનેતા મહેશ બાબુની ફિલ્મ છોડી દીધી છે. તેલુગુ ફિલ્મ ભારે ધુમ મચાવવા માટે તૈયાર છે પરંતુ પરિણિતી ચોપડા ફિલ્મમાંથી નિકળી ગઇ છે. પરિણિતી ચોપડા દ્વારા જે ફિલ્મ છોડી દેવામાં અાવી હતી તે ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં અાવ્યુ નથી. જા કે ફિલ્મમાં તેની જગ્યાઅે હવે રાકુલ પ્રીત સિંહને લેવામાં અાવી છે. પરિણિતીઅે ક્યા કારણોસર ફિલ્મ છોડી દીધી છે તે સંબંધમાં માહિતી મળી શકી નથી. રાકુલ સાથે અંતિમ વાતચીત ચાલી રહી છે. જા કે રાકુલે કેટલાક ટેસ્ટ પાસ કરી લીધા છે. અા પ્રોજેક્ટ પર અોગષ્ટમાં કામ અાગળ વધે તેવી શક્યતા છે. ૯૦ કરોડ રૂપિયાના મહાકાય બજેટ સાથે અા ફિલ્મ તૈયાર કરાઇ રહી છે. પ્રિયંકાની બહેન અને લેડીઝ વર્સેસ રિકી બહેલ તથા ઇશકઝાદે  જેવી ફિલ્મોથી ચાહકોને રોમાંચિત કરી દેનાર પરિણીતી ચોપડા ફિલ્મોમાં અા પ્રકારના સીન કરવા માટે બિલકુલ તૈયાર નથી. પરિણીતીઅે અા સંબંધમાં પ્રતિક્રિયા અાપતા કહ્યું છે કે ફિલ્મોમાં બિકીની સીન અાપવા માટે તેની બોડી યોગ્ય નથી. લોકો તેને બિકીનીમાં જાવા પસંદ કરશે નહીં તેમ તે નક્કર પણે માને છે. પરિણીતી ચોપડા અાવનાર દિવસોમાં જીમમાં જઈને તેની ફિટનેશને અને ખૂબસુરતીને વધારવા માટે પ્રયત્નશીલ છે. નિર્માતા નિર્દેશકોને પહેલાથી જ કહેવામાં અાવે છે કે તે કેવા પ્રકારના રોલ કરશે. પરિણિતી હવે સારી ભૂમિકા કરીને પોતાની છાપ ઉભી કરવા તૈયાર છે. પ્રિયંકા અેકપછી અેક યાદગાર રોલ કરીને અાજે નંબર વન અભિનેત્રી બની ચુકી છે. જ્યારે પરિણિતી નિષ્ફળ અભિનેત્રીઅોની યાદીમાં હવે અાવી ગઇ છે. પરિણીતી કેટલીક બાબતોને લઇને નવી અભિનેત્રીઅોથી પાછળ છે.

LEAVE A REPLY