તમન્ના પાસે અનેક તમિળ અને તેલગુ ફિલ્મો

0
151

બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની વિવિધ ફિલ્મોમાં કામ કરી ચુકેલી સફળ અભિનેત્રી તમન્ના પાસે કેટલીક ફિલ્મો હજુ પણ હાથમાં છે. જેમાં હિન્દી, તમિળ અને તેલુગુ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની પાસે હિન્દી ફિલ્મ અભિનેત્રી પણ  છે. જેમાં પ્રબુ દેવા અને સોનુ સુદ પણ કામ કરનાર છે. જ્યારે તેની પાસે બાહુબલીની બીજી ફિલ્મ પણ છે. જે અેક થ્રીલર ફિલ્મ છે. જે વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં અાવનાર છે. તમન્ના પોતાની અેક અલગ અોળખ ધરાવે છે.  ફિલ્મોમાં કોઇ બોલ્ડ અને સેક્સી સીન કરવા માટે તૈયાર નથી તેમ કહીને તમામને ચોંકાવી ચુકી છે.  તે નવી  અભિનેત્રીઅો દ્વારા કરવામાં અાવી રહેલા તમામ પ્રકારના બોલ્ડ અને સેક્સી સીનને લઇને પરેશાન નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની અેક્ટિંગ કુશળતા પર ખાસ ધ્યાન અાપી રહી છે. બિકીન સીન, કિસિંગ સીન અને બોલ્ડ સીન કરવાનો તમન્નાઅે ઇન્કાર કરીને તમામને હેરાન કરી દીધા છે.  હિમ્મતવાલા ફિલ્મ મારફતે પોતાની કેરિયર  શરૂ કરનાર તમન્નાઅે કહ્યું છે કે તે ફિલ્મમાં રહેલી તમામ અભિનેત્રીઅોતી ખુબ પ્રભાવિત છે. ખુબ અોછા લોકોને અા અંગે માહિતી છે કે તમન્ના માત્ર ૧૬ વર્ષની હતી ત્યારે પ્રથમ વખત અેÂક્ટગમાં અને ફિલ્મમાં પ્રવેશી ગઇ હતી. તેની પ્રથમ ફિલ્મ ચાંદ સા રોશન ચહેરા ફિલ્મ બોક્સ અોફિસ પર ફલોપ રહી હતી. અા ફિલ્મ વર્ષ ૨૦૦૫માં રજૂ કરવામાં અાવી હતી. જા કે ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં તમિળ અને તેલુગુ ફિલ્મમાં તે પ્રવેશી ગઇ હતી. અા  ફિલ્મો મારફતે તેની લોકપ્રિયતા વધવા લાગી હતી. સાઉથમાં તે મોડેથી સુપરહિટ અભિનેત્રી બની હતી. તેની બાહુબલી પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.  અા ફિલ્મે બોક્સ અોફિસ પર ૬૦૦ કરોડની કમાણી કરી હતી. અા ફિલ્મમાં કામ કરવા માટે તમન્નાઅે અાઠ-દસ કિલો વજન ઉતાર્યુ હતુ.

LEAVE A REPLY