હિટ અેન્ડ રન : સલમાન મુદ્દે વહેલી સુનાવણી કરાશે નહીં

0
163

નવીદિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૨માં હિટ અેન્ડ રન કેસમાં સલમાન ખાનની મુÂક્ત સામે મહારાષ્ટ્ર સરકારની અરજી ઉપર સુનાવણી કરવા માટે પોતાની મંજુરી અાપી દીધી છે પરંતુ કોર્ટે વહેલી તકે અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. અાનો મતલબ અે થયો કે, અા મામલામાં અાગામી ત્રણ વર્ષ સુધી સુનાવણી નહીં થાય તેમ માનવામાં અાવે છે. ત્રણ વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અા મામલો અાવી શકશે નહીં. રાજ્ય સરકાર તરફથી અેટર્ની જનરલ મુકુલ રોહત્યાગીઅે કહ્યું હતું કે, અા મામલા પર વહેલીતકે સુનાવણી હાથ ધરવામાં અાવે પરંતુ જÂસ્ટસ જેઅેસ કેહર અને જÂસ્ટસ અરુણ મિશ્રાની બનેલી બેંચે કહ્યું હતું કે, અા માર્ગ દર્ઘટનાનો મામલો છે. તેની પાસે અન્ય મહત્વના મુદ્દાઅો પડેલા છે જેથી તેમના ઉપર પહેલા સુનાવણી હાથ ધરવામાં અાવશે. અા મામલો સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણીની હદમાં અાવશે અને અાગામી ત્રણ વર્ષ સુધી તેના ઉપર સુનાવણી થવાની શક્યતા દેખાઈ રહી નથી. મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટના ચુકાદા બાદ ૨૨મી જાન્યુઅારીના દિવસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અા મામલામાં નિચલી અદાલતે સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી પરંતુ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સલમાનને તમામ અાક્ષેપોમાંથી મુÂક્ત અાપી દીધી હતી. હાઈકોર્ટે અા મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, પોલીસ અા બાબત સાબિત કરી શકી નથી કે, સલમાન અકસ્માતના સમય ગાડી ચલાવી રહ્યો હતો કે પછી તે નશામાં હતો. પોલીસે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાઈકોર્ટે સાક્ષી રવિન્દ્ર પાટિલના નિવેદનને મહત્વ અાપ્યું નથી. પોલીસનું કહેવું છે કે, રવિન્દ્ર પાટિલ અકસ્માતના સમયે સલમાનની સાથે જ ગાડીમાં હતો. ૨૮મી અોક્ટોબર ૨૦૦૨ના દિવસે સલમાન ખાનની લેન્ડક્રુઝર કાર બાંદ્રા વેસ્ટમાં અેક બેકરીમાં ઘુસી ગઈ હતી. અા અકસ્માતમાં અેક વ્યÂક્તનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદથી અા મામલો જુદી જુદી કોર્ટમાં હજુ સુધી ચાલી રહ્યો છે.

LEAVE A REPLY