સોનમ ફેશનની દુનિયામાં પણ લોકપ્રિય

0
171

મુંબઇઃ અભિનેત્રી સોનમ કપૂર પોતાને ડÙીમર કહે છે. અભિનેત્રી સતત પ્રયત્નશીલ રહે છે. વર્ષ ૨૦૦૭માં બોલિવૂડમાં પદાર્પણ કર્યા પછી તેની છાપ અદાકાર કરતાં ફેશનિસ્ટ તરીકેની વધુ  રહી છે. પણ તેની છેલ્લી ફિલ્મ નીરજા પછી સોનમે પુરવાર કરી બતાવ્યું કે તે ફેશન બાબતે જેટલી ગંભીર છે તેટલી જ ગંભીર ફિલ્મોમાં ભૂમિકાને લઇને પણ રહી છે. નીરજા ફિલ્મમાં તેની અેક્ટિંગ કુશળતાથી તમામ લોકો પ્રભાવિત થયા છે.  સોનમ કપુરે સાબિતી અાપી છે કે તે  પારંગત  અભિનેત્રી તરીકે પણ છે.વર્ષ ૨૦૦૭માં અભિનય કારકિર્દીની સોનમ કપુરે શરૂઅાત કરી હતી.  ત્યારથી લઇને હજુ સુધી ઘણી બાબતો શીખી છે. તેનુ કહેવુ છે કે અાપણે અાપણા જીવનના  પ્રત્યેક અનુભવમાંથી કાંઇક શીખતા હોઇઅે છીઅે.સોનમ કપુર બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માંગે છે. પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યા બાદ લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગયેલી સોનમ કપુર પોતાની અભિનય કારકિર્દીના પગથિયાં વિશે કહે છે કે દિલ્હી-૬ (૨૦૦૯), અાયશા (૨૦૧૦), અને રાંઝણાં (૨૦૧૩) કેરિયરની ઇમારત બનાવવા માટેની હતી.અલબત્ત, રાઝણાં પછી લોકો ગંભીરતાથી  લેવા લાગ્યા હતા. અને ખૂબસુરત (૨૦૧૪) પછી લોકો  વિશ્વાસ રાખવા લાગ્યા હતાં. જ્યારે તેની  છેલ્લી ફિલ્મ નિરજા અે અભિનેત્રી તરીકે સ્થાપિત કરી દીધી  હતી. સોનમ કપુરની અોળખ બોલિવુડમાં અભિનેત્રી કરાતા વધારે ફેશનિસ્ટ તરીકે થઇ છે. ફેશનની દુનિયામાં તેની સતત નોંધ લેવામા અાવે છે. તે બોલિવુડની હાલની સૌથી મોંઘી સ્ટાર પૈકીની અેક તરીકે છે. અનિલ કપુરની પુત્રી માને છે કે તે બોલિવુડમાં અેક અલગ અોળખ ઉભી કરવામાં ચોક્કસપણે સફળ રહેશે. સોમન પાસે ફિલ્મો ઉપરાંત અનેક જાહેરોત રપણ છે. જેમાં મોટા ભાગની મોટી કંપનીઅોની છે.  સોનમ કપુર બોલિવુડમાં નવી અભિનેત્રીઅોની થઇ રહેલી જારદાર અેન્ટ્રીને લઇને બિલકુલ ચિંતિત નથી. તેનુ કહેવુ છે કે તે ઉતાવળમાં કોઇ ફિલ્મો કરવા માટે તૈયાર નથી.

LEAVE A REPLY