રથયાત્રા શાંતિપૂર્ણ રીતે જ પસાર

0
117

અમદાવાદઃ અભૂતપૂર્વ સુરક્ષા અને લાખો શ્રદ્ધાળુઅોની હાજરી વચ્ચે અમદાવાદ શહેરમાં હાઈવોલ્ટેજ રથયાત્રા શાંતિપૂર્ણરીતે પસાર થઇ હતી. મોડી સાંજે રથયાત્રા નિજમંદિરમાં પરત ફરતા તંત્રને પણ રાહત થઇ હતી. છેલ્લા કેટલાક દિવસથી રથયાત્રાની તૈયારીમાં સમગ્ર તંત્ર વ્યસ્ત હતું. ૧૩૯મી રથયાત્રા શાંતિપૂર્ણરીતે પાર પાડવામાં અાવી હતી. દર વર્ષે અષાઢી બીજના પાવન પર્વે રથયાત્રાનું અાયોજન કરવામાં અાવે છે. રથયાત્રા પરંપરાગત અમદાવાદ શહેરના જુદા જુદા રુટ ઉપરથી નિકળીને અંતે મોડી સાંજે નિજ મંદિરમાં પરત ફરી હતી. તમામ જગ્યાઅોઅે શ્રદ્ધાળુઅોના ઘોડાપુર જાવા મળ્યા હતા. કોમી અેકતાના પ્રતિકરુપે જુદી જુદી જગ્યાઅોઅે દર્શન થયા હતા. અગાઉ લોકોની સંખ્યામાં શ્રદ્ધાળુઅોની હાજરીમાં ે સવારે અમદાવાદ શહેરમાં રથયાત્રા શરૂ થઇ હતી. ગુજરાતના મુખ્યપ્રધાન અાનંદીબેન પટેલે પહિંદ વિધી કરાવીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.અાની સાથે જ રથયાત્રા પરંપરાગત રૂટ પરથી રવાના થઇ હતી. તમામ જગ્યાઅે શ્રદ્ધાળુઅોની ભારે ભીડ દર્શન માટે જાવા મળી હતી. અૈતિહાસિક જમાલપુર મંદિર ખાતે બિરાજમાન જગન્નાથજી તેમના ભાઇ બલભ્રદ્ધ અને બહેન સુભદ્રાની સાથે શહેરીજનોને મળવા માટે પરંપરાગત રીતે અેક દિવસની યાત્રાઅે નિકળ્યા હતા. અા રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જાડાયા હતા. વહેલી સવારે જગન્નાથ મંદિરેથી રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અાનંદીબેન પટેલ રથની  પહિંદવિધિ કરાવીને યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. સવારે સાત વાગ્યે પહિંદ વિધી કરવામાં અાવી હતી.રથયાત્રામાં ભાગ લેનાર લાખો શ્રદ્ધાળુઅો માટે ખાસ વ્યવસ્થા કરવામાં અાવી હતી. જેમાં ૨૫૦૦૦ કિલો મગ, ૬૦૦ કિલો જાંબુ અને બે લાખ ઉપરણાની પ્રસાદની તૈયારી પહેલાથી જ કરવામાં અાવી હતી. રથયાત્રામાં ૧૮ શણગારેલા ગજરાજ, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળી, ૩ બેન્ડવાજા, ૧૦૧ ટ્રક અાકર્ષકનુ કેન્દ્ર રહ્યા હતા.  દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા અાવી પહોંચ્યા હતા.  સાધુ સંતો સાથે હજારથી બારસો જેટલા ખલાસી ભાઈઅો રથ ખેંચવામાં જાડાયા હતા.  અાજે પણ પરંપરાગતરીતે જ રથયાત્રા દરમિયાન જગન્નાથજી મંદિર તરફથી લોકોને જે રીતે પ્રસાદ વહેંચવામાં અાવે છે તેમાં ૨૫૦૦૦ કિલો મગ, ૬૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો કાકડી અને બદમ તથા બે લાખ ઉપરણા પ્રસાદી રુપે અાપવામાં અાવી હતી. રથયાત્રાના દિવસે અાજે સવારે ૪ વાગે મંગળા અારતી થઇ હતી. જેમાં ભાજપ પ્રમુખ અમિત શાહ ઉપÂસ્થત રહ્યા હતા.  ભગવાનને પરંપરાગત ખીચડી, કોળું અને ગવારફળીના શાકનો વિશિષ્ટ ભોગ ધરાવવામાં અાવ્યો હતો.  ભગવાન જગન્નાથના મંદિર જમાલપુર ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદ માટે મગ અને અન્ય ચીજવસ્તુઅોને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.  જગન્નાથની પ્રતિષ્ઠા સાંજે કરવામાં અાવ્યા બાદ રથયાત્રાને લઇને ઉત્સાહ વધી ગયો હતો.અાજે શહેરના જુદા જુદા માર્ગો ઉપરથી રથયાત્રા પસાર થઇ હતી. જેમાં સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. અૈતિહાસિક રથયાત્રાને લઇને તમામ તૈયારીઅો પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં અાવી હતી.  રથયાત્રા રૂટ ઉપર સુરક્ષા જવાનો પણ ગોઠવાઈ ગયા હતા. કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા તથા રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પસાર કરવા તંત્રઅે કમરકસી લીધી હતી. સમગ્ર યાત્રા દરમિયાન સીસીટીવી, નેત્ર અને કન્ટ્રોલરૂમ મારફતે અાખી રથયાત્રાનું નિરીક્ષણ કરવામાં અાવ્યું હતું. ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા સાવચેતીના તમામ પગલા લેવાયા હતા. અાજે સવારે અભૂતપૂર્વ ઉત્સાહ અને શ્રદ્ધાળુઅોના ઘોડાપુર વચ્ચે રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા ,અાસ્ટોડીયા ચકલા, મદન ગોપાલની હવેલીથી, રાયપુર ચકલા, ખાડિયા ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલથી કાલુપુર બ્રીજ થઈને સરસપુર પહોંચી હતી.  સરસપુરમાં ટુંકા વિરામ બાદ કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જાર્ડન રોડ, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, માણેકચોક થઈને ગોળ લીમડા, ખમાસા થઈને મોડી સાંજે રથયાત્રા નીજ મંદિરમાં પરત ફરી હતી. રથયાત્રામાં હાથી, ટ્રકો, જુદા જુદા શણગારેલા રથ નજરે પડ્યા હતા. જેના મારફતે લોકોને જુદા જુદા વિસ્તારોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં અાવ્યું હતું.  તમામ માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે જમા થયા હતા. ૧૮ કિલોમીટર વિસ્તારમાં ફરીને રથયાત્રા શાંતિપૂર્ણરીતે  પરત ફરી હતી.

LEAVE A REPLY