રથયાત્રાની સાથે સાથે…

0
134

અમદાવાદઃ અભૂતપૂર્વ ઉત્સાહ અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અાજે સવારે શરૂ થઇ હતી. રથયાત્રામાં લાખો લોકો જાડાયા છે. જુદા જુદા અખાડાઅો છેલ્લા ઘણા દિવસથી તેમની તૈયારીમાં લાગેલા હતા. અૈતિહાસિક જમાલપુર મંદિર ખાતે બિરાજમાન જગન્નાથજી તેમના ભાઇ બલભ્રદ્ધ અને બહેન સુભદ્રાની સાથે શહેરીજનોને મળવા માટે પરંપરાગત રીતે અેક દિવસની યાત્રાઅે નિકળતા શ્રદ્ધાળુઅો દર્શન માટે ઉમટી પડ્યા હતા. રથયાત્રાની સાથે સાથેની રોચક બાબત નીચે મુજબ છે.

 • રથયાત્રાને લઇને સમગ્ર અમદાવાદ શહેર પહેલાથી છાવણીમાં ફેરવી દેવાયું
 • રથયાત્રામાં ૧૮ ગજરાજ સંપૂર્ણપણે શણગારીને રથયાત્રામાં ઉતારવામાં અાવ્યા
 • ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા રથયાત્રામાં મુખ્ય અાકર્ષણ રહ્યા
 • મુખ્યમંત્રી અાનંદીબેન પટેલે સવારે સાત વાગે શ્રદ્ધાળુઅોના ઘોડાપુર વચ્ચે પરંપરાગત રીતે પહીંદવિધી કરાવીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી
 • રથયાત્રા પર નૈત્ર મારફતે પણ ચાંપતી નજર રાખવામાં અાવી
 • રથયાત્રા રૂટ ઉપર તમામ જગ્યાઅે સીસીટીવી કેમેરાથી પણ લોકોની અવરજવર પર નજર રહી
 • મુખ્ય કંટ્રોલરૂમની વીડિયો દિવાલ ઉપર અા કેમેરાના લાઈવફીડ લેવાયા
 • રથયાત્રા કોઈપણ જગ્યાઅેથી ક્યાં પહોંચી છે તે અંગે જાણવા પીસીઅાર વાન રહ્યા
 • જીપીઅેસ સિસ્ટમથી નિયમિત અાધારે અેસઅેમઅેસથી અધિકારીઅો સંપર્કમાં રહ્યા
 • અમદાવાદ રથયાત્રાને લઇને તમામ તૈયારી મંગળવારના દિવસે પૂર્ણ કરાઇ હતી
 • રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે હજારો સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતા
 • રથયાત્રા માર્ગો અને મંદિરની અાસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા હતા
 • પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં અાવી હતી
 • હજારો લોકોને રાજ્યભરમાં પહેલાથી જ અટકાયતમાં લેવામાં અાવ્યા હતા
 • રાજ્યમાં કુલ ૧૪૬ સ્થળથી રથયાત્રા નિકળી હતી
 • ૨૫૦૦૦ કિલો મગ પ્રસાદ શ્રદ્ધાળુઅોને અાપવાની પ્રક્રિયામાં હજારો લોકો જાડાયા હતા
 • ૬૦૦ કિલો જાબુ, ૩૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો કાકડી અને બદામ પ્રસાદ અપાયો હતો
 • રથયાત્રા નિકળતા પહેલા સવારે ચાર વાગે મંગળા અારતી કરવામા ંઅાવી જેમાં ભાજપ પ્રમુખ અમિત શાહ ખાસ હાજર રહ્યા
 • સવારે ૫.૧૦ વાગે બહેન સુભદ્રા, ૫.૨૪ વાગે બલભદ્ર અને ૫.૨૮ વાગે ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થયા હતા
 • ૧૨૦૦થી વધુ ખલાસીઅો રથને ખેંચવામાં જાડાયા હતા
 • ૨૦૦૦૦થી પણ વધુ જવાનો ખડેપગે રહ્યા હતા
 • વહેલી સવારમાં જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા

LEAVE A REPLY