રણબીર અને કેટરીના સાથે મળી જ ફિલ્મ પ્રમોટ કરશે

0
189

મુંબઇઃ બોલિવુડમાં યુવા પેઢીના સુપરસ્ટાર અભિનેતા રણબીર કપુર અને કેટરીના કેફ હવે સાથે મળીને તેમની ફિલ્મ જગ્ગા જાસુસ માટે પ્રમોશન કરનાર છે. બન્ને વચ્ચે રીયલ લાઇફમાં પ્રેમ સંબંધોનો અંત અાવી ગયા બાદ હવે બન્ને અેક સાથે ફિલ્મ માટે પ્રમોશન કરનાર છે તે બાબત ભારે ચર્ચા જગાવી રહી છે. હજુ સુધી અેમ માનવામાં અાવી રહ્યુ હતુ કે તેમની વચ્ચે પ્રેમ સંબંધોનો અંત અાવ્યા બાદ હવે બન્ને સાથે મળીને ફિલ્મ પ્રમોટ કરશે નહી. જા કે અાવી અટકળોનો અંત અાવી ગયો છે. બન્ને પ્રોફેશનલ વલણ અાપનાવીને ફિલ્મ માટે પ્રમોશન કરનાર છે. અા સંબંધમાં ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપુર કહી ચુક્યા છે કે રણબીર અને કેટરીના પ્રોફેશનલ છે જેથી તેમની ફિલ્મ માટે પ્રમોટ કરનાર છે. જગ્ગા જાસુસને પ્રમોટ કરવાની કોઇ તક છોડશે નહી. અનુરાગ બાસનુ અા ફિલ્મ ક્યારેય રજૂ કરવામાં અાવશે તે સંબંધમાં હજુ સુધી જાહેરાત કરવામાં અાવી નથી. કારણ કે અાને લઇને કેટલીક દુવિધા રહેલી છે. જા કે ટુંક સમયમાં અા જાસુસી ફિલ્મની રજૂઅાત અંગેની તારીખ જાહેર કરવામાં અાવનાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી અા ફિલ્મ અટવાયેલી છે. પહેલા વર્ષ ૨૦૧૪ અને ત્યારબાદ ૨૦૧૫મા ંફિલ્મ રજૂ કરવાની વાત હતી. જા કે અા ફિલ્મ હજુ સુધી રજૂ કરવામાં અાવી નથી. હવે અા ફિલ્મ રજૂ કરવાની તારીખ જાહેર કરવામાં અાવનાર છે. રણબીર અને કેટરીના બન્ને અન્ય કેટલીક ફિલ્મોમાં વ્યસ્ત હોવાના કારણે અા પ્રોજેક્ટને અાગળ ળધારી દેવાની જાહેરાત કરવામાં અાવી ન હતી. અા ફિલ્મ જાસુસી પર અાધારિત છે. ફિલ્મ સાથે સંબંધિત શુટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં અાવી છે. હવે ફિલ્મ નિર્માણ બાદની ગતિવિધી પર કામ ચાલી રહ્યુ છે. જગ્ગા જાસુસના શુટિંગ દરમિયાન જ બન્ને અેકબીજાની નજીક અાવ્યા હતા. રણબીર કપુરના વિતેલા વર્ષોમાં અનેક સ્ટાર અભિનેત્રી સાથે સંબંધોની ચર્ચા રહી હતી. જ્યારે કેટરીના કેફ ઘણા સમય સુધી સલમાન સાથે સંબંધના કારણે પણ ચર્ચામાં રહી હતી. જા કે સલમાન સાથે તેની  મિત્રતા હજુ અકબંધ છે.

LEAVE A REPLY