મેસ્સી મુશ્કેલીમાં : ટેક્સ ચોરી કેસમાં જેલની સજા ફટકારાઈ

0
212

મેડિÙડઃ બાર્સેલોનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીને ટેક્સ છેતરપિંડી સાથે સંબંધિત મામલામાં બાર્સોલોનાની કોર્ટે ૨૧ મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે સાથે બે મિલિયન યુરો અથવા તો ૨.૨ મિલિયન ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. અાજે કોર્ટ દ્વારા જારી કરવામાં અાવેલા નિવેદનમાં કહેવામાં અાવ્યું છે કે, મેસ્સીને ટેક્સ છેતરપિંડી સાથે સંબંધિત ત્રણ મામલામાં અા સજા ફટકારવામાં અાવી છે. કોર્ટે અાની સાથે સાથે અાર્જેન્ટીનાના અા ખેલાડીના પિતા જ્યોર્જને પણ ૨૧ મહિનાની જેલની સજા ફટકારી છે. જા કે, નિવેદનમાં કહેવામાં અાવ્યું છે કે, અા સજાને સ્પેનિશ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં અાવી શકે છે. જા કે, સ્પેનિશ કાયદા મુજબ બે વર્ષથી અોછી સજા પ્રોબેશન હેઠળ ગાળી શકાય છે. અાનો મતલબ અે થયો કે મેસ્સી અને તેના પિતાને જેલ જવાની શક્યતા અોછી દેખાઈ રહી છે. સાથે સાથે કોર્ટે મેસ્સીને દંડ તરીકે બે મિલિયન યુરો અને તેના પિતા ઉપર ૧.૫ મિલિયન યુરોનો દંડ ફટકાર્યો છે. કોર્ટે અા કઠોર સજા ફટકારતા ખળભળાટ મચી ગયો હતો. જા કે, સ્પેનના કાયદામાં બે વર્ષથી અોછીની સજામાં જેલ જવાની જરૂર પડતી નથી. વર્ષ ૨૦૦૭-૨૦૦૯ વચ્ચેના ગાળામાં ૪.૨ મિલિયન યુરો (૪.૭ મિલિયન ડોલર)ની છેતરપિંડી કરવાનો તેમના ઉપર અાક્ષેપ મુકવામાં અાવ્યો છે. મેસ્સી અને તેના પિતા બંને અામા દોષિત જાહેર થયા છે. કોર્ટે અેમ પણ કહ્યું છે કે, અા બંનેઅે ખેલાડીને જ ઇમેજના અધિકારથી અાવક પર ટેક્સની ચોરી કરવા માટે જુદી જુદી કંપનીઅોનો ઉપયોગ કર્યો હતો. પાંચ વખત વર્લ્ડ પ્લેયર અોફ દ વર્લ્ડ બની ચુકેલા મેસ્સીઅે ટ્રાયલ દરમિયન કહ્યું હતું કે, ડિલિંગને લઇને તેની પાસે કોઇ માહિતી નથી. તેના પિતા તેના નાણાંકીય મામલાઅોને સંભાળતા હતા. જા કે, કોર્ટે કહ્યું હતું કે, અા વાત કબૂલીને અારોપોમાંથી બચી શકાય નહીં. બાર્સેલોનાની કોર્ટે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાય છે. મેસ્સી અને તેના પિતા વિધિવતરીતે તપાસ શરૂ કરવામાં અાવ્યા બાદથી સુધારેલા પગલા તરીકે ટેક્સ સત્તાવાળાઅોને પાંચ મિલિયન યુરોની ચુકવણી કરી ચુક્યા છે. છેલ્લા દશકમાં વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર અેÂથ્લટોની યાદીમાં મેસ્સી ટોપટેનમાં રહ્યો હતો અને અા ગાળા દરમિયાન તેની અાવક ૩૫૦ મિલિયન ડોલરની અાસપાસની રહી હતી. અત્રે નોંધનીય છે કે, હાલમાં કોપા અમેરિકા કપ ફૂટબોલ ચેÂમ્પયનશીપની ફાઇનલ મેચમાં ચિલી સામે હારી ગયા બાદ મેસ્સીઅે અાંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને કરોડો ફુટબોલ પ્રેમીઅોને અાઘાતમાં ગરકાવ કરી દીધા હતા. નિવૃત્તિ પરત ખેંચવા માટે સમગ્ર અાર્જેન્ટીના અને વિશ્વમાં તેના ઉપર દબાણ લાવવામાં અાવી રહ્યું છે. ૨૭મી જૂનના દિવસે અાર્જેÂન્ટનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીઅે કોપા અમેરિકા કપની ફાઇનલમાં તેની ટીમની હાર થયા બાદ અાંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. અાની સાથે જ વિશ્વભરના કરોડો ફુટબોલ ચાહકોને મોટો અાઘાત લાગ્યો હતો. વર્તમાન સમયના વિશ્વના સૌથી મહાન ખેલાડી હોવા છતાં તે પોતાની ટીમને કોઇ મોટી ટ્રોફી જીતાડી શક્યો ન હતો. મેસ્સીઅે અાંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી હતી.

LEAVE A REPLY