ટોપ ૬ કંપનીઅોની માર્કેટ મૂડી ૩૭૬૯૨ કરોડ વધી

0
271

મુંબઈઃ છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં કંપનીઅોની માર્કેટ મુડીમાં પણ ભારે ઉથલપાથલની Âસ્થતી રહી હતી. અેકબાજુ ટોપ છ કંપનીઅોની માર્કેટ મુડીમાં સંયુક્તરીતે ૩૭૬૯૨ કરોડનો વધારો થયો હતો. જ્યારે ચાર કંપનીઅોની માર્કેટ મુડીમાં ઘટાડો થયો હતો. અારાઇઅેલ, અેચડીઅેફસી બેંક, અેચડીઅેફસી, અેચયુઅેલ, અોઅેનજીસી અને સન ફાર્માની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટીસીઅેસ, ઇન્ફોસીસ અને સીઅાઇઅેલની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. પાંચમી ક્રમાંકિત કંપની અાઇટીસીના અાંકડા જાણી શકાયા નથી. કારણ કે શેરના બોનસ ઇસ્યુ સાથે સંબંધિત વિગત મળી શકી નથી. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન અોઅેનજીસીની માર્કેટ મુડી ૧૨૬૬૨.૧૨ કરોડ વધી છે. જેથી તેની માર્કેટ મુડી વધીને ૧૯૧૯૪૨.૪૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ટોપ નવ કંપનીઅોમાં સૌથી વધારે લાભ તેને થયો છે. અેચયુઅેલની માર્કેટ મુડી ૮૪૬૨.૨ કરોડ વધીને ૧૯૪૩૭૦.૯૦ કરોડ થઇ ગઇ છે. અારઅાઇઅેલની માર્કેટ મુડી ૭૧૮૨.૦૨ કરોડ ઘટીને હવે ૩૧૫૭૦૦.૬૨ કરોડ થઇ ગઇ છે. અેચડીફસી  બેંકની માર્કેટ મુડી પણ અા ગાળા દરમિયાન વધી ગઇ છે. તેની માર્કેટ મુડી ૩૪૬૪.૭૧ કરોડ વધીને હવે ૨૯૭૫૮૯.૭૬ કરોડ રૂપિયા થઇ ગઇ છે. અેચડીઅેફસીની માર્કેટ મુડી ૩૪૫૪.૫૪ કરોડ વધીને હવે ૧૯૬૯૦૯.૩૪ કરોડ થઇ ગઇ છે. સન ફાર્માની માર્કેટ મુડી ૨૪૬૬.૮૬ કરોડ રૂપિયા વધીને હવે ૧૮૩૮૭૧.૪૩ કરોડ થઇ ગઇ છે. અાની બિલકુલ વિરુદ્ધમાં ટીસીઅેસની માર્કેટ મુડી ૧૩૫૭૬.૨૫ કરોડ રૂપિયા સુધી ઘટી ગઇ છે. જેથી તેની માર્કેટ મુડી હવે ઘટીને ૪૯૨૯૬૧.૬૬ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી ૫૧૪૫ કરોડ સુધી ઘટીને હવે ૨૬૯૨૨૪.૮૮ કરોડ થઇ ગઇ છે. સીઅાઇઅેલની માર્કેટ મુડી પણ ૯૭૬ કરોડ સુધી ઘટી ગઇ છે. તેની માર્કેટ મુડી ઘટીને હવે ૧૯૫૮૭૦.૪૬ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિઅે યાદીમાં ટીસીઅેસ પ્રથમ ક્રમાંક પર યથાવત છે. જ્યારે અારાઇઅેલ બીજા ક્રમાંક પર યથાવત છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૭૪૭ પોઇન્ટનો સુધારો થયો હતો. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નિકળી ગયા બાદ ઉભી થયેલી દહેશત અોછી થઇ હતી. નિ^ટીમાં ૨૪૦ પોઇન્ટનો સુધારો થયો હતો. ૨૭મી મે બાદથી બન્નેમાં સાપ્તાહિકરીતે શ્રેષ્ઠ ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ભારે ઉથલપાથલ રહી હતી. કારણ કે બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી બાદબાકીની અસર જાવા મળી હતી.

LEAVE A REPLY