ઇરાકમાં રમઝાન ઉત્સવ વેળા જ અાત્મઘાતી હુમલો : ૮૨ના મોત

0
144

બગદાદઃ હિંસાગ્રસ્ત ઇરાકના બગદાદમાં ભરચક બજારમાં રમઝાનની ઉજવણીને લઇને ભારે ઉત્સાહ હતો ત્યારે જ કરાયેલા ભીષણ અાત્મઘાતી હુમલામાં અોછામાં અોછા ૮૨ લોકોના મોત થઇ ગયા છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે જે પૈકી મોટી સંખ્યામાં લોકોની હાલત ગંભીર જણાવવામાં અાવી છે. પાટનગર બગદાદમાં અા વર્ષનો સૌથી ભીષણ હુમલો કરવામાં અાવ્યો છે. અનેક ગાડીઅોના બ્લાસ્ટમાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. અધિકારીના કહેવા મુજબ અા બ્લાસ્ટ કર્રાદા વિસ્તારમાં કરવામાં અાવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો પવિત્ર રમઝાન મહિના બાદ પડનાર રજાને લઇને બજારમાં ખરીદીના મૂડમાં હતા. રેફ્રિજરેટરથી ભરેલી અેક ટ્રકના સહારે કર્રાદા વિસ્તારમાં અાત્મઘાતી બોંબરે વિસ્ફોટ કર્યો હતો. ઇસ્લામિક સ્ટેટ દ્વારા અા હુમલાની જવાબદારી સ્વીકારવામાં અાળી છે. અાઈઅેસના સમર્થકો દ્વારા અોનલાઈન નિવેદન જારી કરીને અા હુમલાની જવાબદારી સ્વીકારી લેવામાં અાવી છે. અાઈઅેસ શૂન્ય ચાઇન ઉપર ચાલનાર ખતરનાક અાતંકવાદી સંગઠન છે. અેમ કહેવામાં અાવે છે કે અા હુમલો અાત્મઘાતી હતો. અાગામી મહિનામાં રમઝાનના પવિત્ર મહિનાની પૂર્ણાહૂતિ થનાર છે. ઇદની ઉજવણી કરવામાં અાવનાર છે. ઇદને લઇને શહેરમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે નિકળ્યા હતા. સોશિયલ મિડિયા ઉપર પોસ્ટ કરવામાં અાવેલા વિડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કર્રાદાના મુખ્ય માર્ગ પર બ્લાસ્ટ કરવામાં અાવ્યા બાદ અાગ ફાટી નિકળી હતી. ફોટાઅોમાં દર્શાવવામાં અાવ્યું છે કે, અા બ્લાસ્ટમાં અોછામાં અોછી ચાર ઇમારતોને ભારે નુકસાન થયું છે. માર્ગની બાજુમાં અડધી રાત્રે અલસહાબ માર્કેટમાં પણ બ્લાસ્ટ કરવામાં અાવ્યો હતો. પાટનગર બગદાદના ઉત્તરીય વિસ્તારમાં લોકપ્રિય સિયા ડિસ્ટ્રીક્ટ છે. પોલીસ અને મેડિકલ સૂત્રોનું કહેવું છે કે, અા હુમલામાં અોછામાં અોછા બે લોકો માર્યા ગયા હતા. ઇરાકી દળોઅે અાક્રમક કાર્યવાહી કરીને ગયા મહિનામાં ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઅોને ફલુજાથી ખદેડી મુક્યા હતા. ફલુજાને અાઈઅેસના મોટા ગઢ તરીકે ગણવામાં અાવતો હતો. અાઈઅેસે અાત્મઘાતી હુમલો કરીને દાવો કર્યો હતો કે, ઇરાકી સૈનિકોને જવાબ અાપવામાં અાવ્યો છે. સુરક્ષા અભિયાન હેઠળ અાને અંજામ અપાયો છે. જેહાદી સંગઠને કહ્યું છે કે, બોંબ હુમલામાં ઇરાકના સિયા મુÂસ્લમ સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવવામાં અાવ્યા છે. અાઈઅેસના લોકો સિયા મુÂસ્લમોને ધર્મવિરોધી ગણે છે. બગદાદ તથા અાસપાસના વિસ્તારોમાં તેમને ટાર્ગેટ બનાવીને વારંવાર હુમલા કરવામાં અાવે છે. અેક સપ્તાહ પહેલા જ ઇરાકી સુરક્ષા દળોઅે બગદાદથી ૫૦ કિલોમીટરના અંતરે Âસ્થત પશ્ચિમમાં ફલુજા શહેર ઉપર સંપૂર્ણપણે કબજા જમાવી લીધો હતો. અહીં અાઈઅેસનું પ્રભુત્વ હતું.

LEAVE A REPLY