અમરનાથ યાત્રા : ૧૮૭૧ શ્રદ્ધાળુની નવી ટીમ રવાના

0
268

જમ્મુઃ શ્રદ્ધાળુઅોના અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે અમનાથ યાત્રા જારી રહી છે. અમરનાથ યાત્રામાં પવિત્ર ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઅોનો નવો કાફલો અાજે સઘન સુરક્ષા વચ્ચે રવાના થયો હતો. ૧૮૭૧શ્રદ્ધાળુઅોની નવી ટુકડી અાજે જમ્મુ શહેરથી રવાના થઇ હતી. વહેલી પરોઢે ૪.૪૦ વાગે શ્રદ્ધાળુઅોનો નવો કાફલો જમ્મુ શહેરમાં ભગવતીનગર યાત્રી નિવાસથી રવાના થયો હતો. શ્રદ્ધાળુઅોના નવા કાફલામાં ૧૫૦૫ પુરુષો અને ૩૬૬ મહિલાઅો રહેલી છે. અા સ્રદ્ધાળુઅોનો કાફલો ચાર બસ અને ૧૬ હળવા વાહનોમાં કાશ્મીર ખીણ માટે રવાના થયા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા શ્રદ્ધાળુઅોને ઉપલબ્ધ કરાવવામાં અાવી રહી છે. અમરનાથ યાત્રા ગઇકાલે શરૂ થયા બાદથી નવ હજારથી વધુ શ્રદ્ધાળુઅો ઉત્તર કાશ્મીર બલતાલથી અને દક્ષિણ કાશ્મીર નૂનવાન (પહેલગામ) બેઝ કેમ્પથી રવાના થઇ ચુક્યા છે. કાશ્મીરમાં હિમાલયમાં દરિયાઇ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉંચાઈઅે Âસ્થત પવિત્ર ગુફા માટે શ્રદ્ધાળુઅો રવાના થયા છે. શ્રદ્ધાળુઅો લિંગમને ભગવાન શિવના પ્રતિક તરીકે ગણે છે. અત્રે નોંધનીય છે કે, પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પવિત્ર ગુફાની અંદર ખાસ પૂજામાં ભાગ લીધો હતો. સાથે સાથે બરફના લિંમગના દર્શન પણ કર્યા હતા. યાત્રીઅોને ફુલપ્રુફ સુરક્ષાની ખાતરી કરવાના હેતુસર સુરક્ષા દળોની અંદર વધારે સારા સંકલનની સૂચના રાજનાથ સિંહે અાપી હતી. અમરમનાથ યાત્રા ૪૮ દિવસ સુધી ચાલનાર છે. ૧૭મી અોગસ્ટ સુધી અા યાત્રા ચાલશે. રક્ષાબંધનના દિવસે અમરનાથ યાત્રા પરિપૂર્ણ થનાર છે. કાશ્મીરમાં હાલના દિવસોમાં વધી ગયેલા અાતંકવાદી હુમલાઅોના અનુસંધાનમાં સુરક્ષા દળો સામે મોટાપડકાર ઉભા થયા છે. છેલ્લે પંપોરમાં સીઅારપીઅેફના કેમ્પ ઉપર ભીષણ હુમલો કરવામાં અાવી ચુક્યો છે જેમાં અાઠ જવાનો શહીદ થયા હતા અને ૨૫થી વધુ જવાનો ઘાયલ થયા હતા.

LEAVE A REPLY