જયેશ પટેલ પર બ્રેઇન મેપિંગ સહિતના ટેસ્ટોની તૈયારી શરૂ

0
102

અમદાવાદઃ સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ પ્રકરણમાં જેલ ભેગા થયેલા બળાત્કારના અારોપી જયેશ પટેલને મળવા માટે જેલમાં તેમના પરિવારના સભ્યો હાલમાં પહોંચ્યા હતા. બળાત્કારના અારોપી જયેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં અાવ્યા બાદ પ્રથમ વખત પરિવારના સભ્યો મળવા માટે પહોંચ્યા હતા. વડોદરા સેન્ટ્રલ જેલમાં પારુલ યુનિવર્સિટીના પૂર્વ ટ્રસ્ટીને તેમનો પુત્ર દેવાંશુ મળવા માટે પહોંચ્યો હતો. તેમના પરિવારના સભ્યો વચ્ચે જયેશ પટેલની ધરપકડ બાદ અા પ્રથમ બેઠક યોજાઈ હતી. પિતાને મળ્યા બાદ પુત્ર ખુબ જ ચિંતાજનક Âસ્થતિમાં દેખાઈ રહ્યો હતો. જા કે, પિતા સાથે થયેલી વાતચીતના સંદર્ભમાં કોઇ માહિતી અાપવાનો દેવાંશુઅે ઇન્કાર કર્યો હતો. કોઇપણ નિર્ણય લેતા પહેલા હવે વકીલો સાથે વાતચીત કરવામાં અાવશે. જેલના નિયમો મુજબ જરૂરી દસ્તાવેજા ભરવા માટે દેવાંશુ જેલમાં પહોંચ્યો હતો. અા યુવાન પણ અન્ય સગા સંબંધીઅોની જેમ જ લાઈનમાં પણ ઉભો રહ્યો હતો. નક્કી કરવામાં અાવેલા ૨૦ મિનિટ સુધીના ગાળા સુધી જ તે મળી શક્યો હતો. અા બંનેઅે બ્રેઇન મેપિંગ અને સ્પેક્ટ્રોગ્રાફ ટેસ્ટના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. નિયમો મુજબ અારોપીની અાવા ટેસ્ટ કરતા પહેલા મંજુરી લેવાની જરૂર પડે છે. ૧૮મી જૂનના દિવસે ૨૧ વર્ષીય ન‹સગની વિãાર્થી જે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી તેણે પૂર્વ ટ્રસ્ટી અને ચેરમેન જયેશ પટેલ સામે ફરિયાદ નોંધાવીને અાક્ષેપ કર્યો હતો કે, તેના ઉપર બળાત્કાર ગુજારવામાં અાવ્યો છે. અા વિãાર્થીનીઅે હોસ્ટેલમાં મહિલા રેક્ટર ભાવનાનું નામ પણ સહકાવતરાખોર તરીકે અાપ્યું હતું. તેમની સામે જુદી જુદી કલમ હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ દાખલ કરવામાં અાવી હતી. ત્યારબાદ મામલો ગરમ બનતા અારોપી જયેશ પટેલ ફરાર થઇ ગયો હતો. જા કે, વધારે પોલીસને થાપ અાપે તે પહેલા જ મંગળવારે રાત્રે અાણંદ નજીક તેને પકડી પાડવામાં અાવ્યો હતો. ત્યારબાદ અાઠ દિવસ માટે બુધવારના દિવસે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં અાવ્યો હતો. ૩૦મી જૂનના દિવસે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

LEAVE A REPLY