પરિણિતી અને સુશાંત હવે ફરી અેકસાથે નજરે પડશે

0
78

બોલિવુડમાં શુદ્દ દેશી રોમાન્સ ફિલ્મ મારફતે તમામનુ ધ્યાન ખેંચનાર પરિણિતી ચોપડા અને સુશાંતસિંહ રાજપુતની જાડી ફરી અેકવાર સાથે નજરે પડનાર છે. અા બન્ને હવે હોમી અદાજનિયાની અાગામી ફિલ્મમાં જાવા મળી શકે છે. હોમીની અાગામી ફિલ્મ તકદુમમાં અા બન્નેની જાડી સાથે નજરે પડનાર છે. બન્ને કલાકારોઅે સોશિયલ નેટવર્કની સાઇટ પર અા અંગેની માહિતી અાપી ચુક્યા છે. પરિણિતી ચોપડાઅે Âટ્‌વટરમાં કહ્યુ છે કે તેની સાથે સુશાંતસિંહ રાજપુત ફિલ્મમાં કામ કરી રહ્યો છે. સુશાંત સિંહ રાજપુતે પણ ફિલ્મની પટકથા અંગે વાત કરતા કહ્યુ છે કે અા ફિલ્મની પટકથા અેક અેવી યુવતિની છે જેની અાંખમાં અાસમાન હોય છે. સાથે સાથે તેનુ સપનુ અેક અેવા યુવકને હાંસલ કરવાનુ છે જેની ઇચ્છાશÂક્ત અાસમાનને સ્પર્શ કરવાની હોય છે. બન્ને કલાકારો અગાઉ શુદ્ધ દેશી રોમાન્સમાં સાથે કામ કરી ચુક્યા છે. અલબત્ત અા ફિલ્મ ^લોપ સાબિત થઇ હતી. જા કે ફિલ્મના ગીતો લોકપ્રિય થઇ ગયા હતા. હાલમાં અેકબાજુ પરિણિતી ચોપડા મેરી પ્યારી બિન્દુ ફિલ્મને લઇને અાશાવાદી બનેલી છે. તેમાં તેની સાથે ફવાદ ખાન કામ કરી રહ્યો છે. બીજી બાજુ સુશાંત પાસે બે ફિલ્મ રહેલી છે. બન્ને મોટા બેનરની ફિલ્મો છે. જે પૈકી અેક ફિલ્મ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર અાધારિત છે. જ્યારે બીજી ફિલ્મ રાબતા છે. રાબતામાં તે કૃતિ સનુન સાથે કામ  કરી રહ્યો છે. અા બન્ને વચ્ચેના સંબંધની પણ હાલમાં ભારે ચર્ચા છે. બન્ને હાલમાં અેક સાથે રજા માણતા નજરે પડ્યા હતા. સાથે સાથે કેમેરામાં પણ કેદ થઇ ગયા હતા. જા કે કૃતિ સનુને કહ્યુ છે કે સુશાંત સાથે તે કોઇ પ્રેમ પ્રકરણમાં નથી. બીજી બાજુ પરિણિતી હાલમાં લાંબા ગાળાના બ્રેક બાદ બોલિવુડ કેરિયર પર ફરી અેકવાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અાગામી દિવસોમાં હવે અા નવી ફિલ્મનુ શુટિંગ હાથ ધરવામાં અાવનાર છે. ફિલ્મના અન્ય કલાકારો ટુંક સમયમાં નક્કી કરાશે.

LEAVE A REPLY