જહોને ફોર્સ-૨ના કેટલાક સીનનુ ફરી શુટિંગ કર્યુ

0
163

બોલિવુડમાં પોતાની અેક અલગ અોળખ ધરાવનાર ખુબસુરત સ્ટાર જહોન અબ્રાહમ હવે ફોર્સ-૨ ફિલ્મના કેટલાક સીનનુ ફરી શુટિંગ કરી રહ્યો છે. અા સીનના શુટિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. અગાઉ શુટિંગ વેળા જહોન અબ્રાહમ ઘાયલ થઇ ગયો હતો. નિર્દેશક અભિનય દેવ હાલમાં ફોર્સ-૨ ફિલ્મ બનાવી રહ્યા છે. અાનુ શુટિંગ ગયા વર્ષે બુડાપેસ્ટ ખાતે કરવામાં અાવ્યુ હતુ. ફિલ્મ માટે અેક્શન સીન કરતી વેળા તે ઘાયલ થઇ ગયો હતો અને તેને ઘણા દિવસ સુધી પગમાં વાગી ગયા બાદ અારામ કરવાની જરૂર પડી હતી. હવે ફિલ્મના ચોક્કસ સીનનુ ફરી શુટિંગ મુંબઇમાં કરવામાં અાવ્યુ છે. જહોને રોલને યાદગાર બનાવવા માટે પોતે સ્ટન્ટ કર્યા હતા. જેથી તે અે વખતે ઘાયલ થઇ ગયો હતો. જહોન પાસે પણ હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં રહેલી છે. જેમાં ફોર્સ-૨ ફિલ્મ ઉપરાંત અન્ય ફિલ્મો પણ છે. જહોન હાલમાં વ્યસ્ત સ્ટાર પૈકીનો અેક તરીકે છે. ફોર્સ-૨ ફિલ્મમાં જહોન સાથે લોકપ્રિય સ્ટાર સોનાક્ષી સિંહા કામ કરી રહી છે. ફિલ્મમાં હવે રોમેÂન્ટક સીનના શુટિંગ પણ કરવામાં અાવનાર છે. જેમાં સોનાક્ષી સિંહા જહોન સાથે જાડાનાર છે. ફિલ્મ માટે અોગષ્ટમાં ફરી શુટિંગ હાથ ધરવામા ંઅાવનાર છે. જહોન અબ્રાહમ પોતાની બોલિવુડ કેરિયરને વધારે ઝડપથી અાગળ વદારી દેવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તેની વધુ અેક ફિલ્મ ઢિસુમ પણ રજૂ કરવામાં અાવનાર છે. અા ફિલ્મમાં તેની સાથે વરઋણ ધવન પણ કામ કરી રહ્યો છે. અા પણ અેક અેક્શન ભરપુર ફિલ્મ છે. ફિલ્મમાં તેમની સાથે જેક્લીન કામ કરી રહી છે. અા ફિલ્મ અા વર્ષે રજૂ કરવાની હિલલાચ ચાલી રહી છે. સોનાક્ષી સિંહા સાથેની ફોર્સ-૨ અને જેક્લીન સાથેની ડિશુમ ફિલ્મને લઇને જહોન અાશાવાદી છે. તે કેટલાક મોટા બેનરની અન્ય ફિલ્મો પણ સ્વીકારી રહ્યો છે. જેમના નામની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં અાવી શકે છે. હાલમાં પટકથા પર કામ ચાલી રહ્યુ છે.

LEAVE A REPLY