ભારતીય રેલવેની સાઇટ પર હવે પિજ્જા અને બર્ગરના અોનલાઇન અોર્ડર કરાશે

0
180

નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઅોને વધુને વધુ સુવિધા કઇ રીતે મળે તે દિશામાં રેલવે સક્રિય છે. ખાસ કરીને તેમની ખાવાપીવાની પસંદગીને હવે ધ્યાનમાં લેવામાં અાવી રહી છે. હવે ભારતીય રેલવેની સાઇટ પર અોનલાઇન અોર્ડર પિજ્જા અને બર્ગરના પણ થઇ શકે છે. અા તમામ અોર્ડર કરવામાં અાવ્યા બાદ તેની ડિલિવરી તેમના કોચમાં કરવામાં અાવશે. સાથે સાથે વેન્ડર બોય પ્લેટફોર્મ પર રેડીમેડ પિજ્જા, બર્ગર અને ભારતીય થાળી સાથે હાજર રહેશે.

હકીકતમાં ડોમીનોજ, બર્ગર કિંગ, સબવે , કેઅેફસી, પિજ્જા હટ સહિત અન્ય ફુડ ચેઇન રેલવે પ્લેટ ફોર્મ પર પોતાના સ્ટોરની શરૂઅાત કરી રહી છે. હાલમાં અા સુવિધા હાવડા, મુંબઇ, મદુરાઇ, અાગરા, પુણે અને વિશાખાપટ્ટનમ ખાતે શરૂ કરવામાં અાવી રહી છે. અન્ય કેટલાક સ્ટેશન ખાતે પણ અા સુવિધાની શરૂઅાત કરવામાં અાવી રહી છે. ટ્રાવેલ ફુડ સર્વિસેઝના ચીફ અોપરેટિંગ અોફિસર ગૌરવ દિવાને કહ્યુ છે કે યાત્રી ટ્રાફિક અને લોકો પાસે ખર્ચ લાયક રકમ વધવાના કારણે અા નિર્ણય કરવામાં અાવી રહ્યો છે. અાના કારણે લાંબા સમય સુધી અાની અવગણના કરી શકાય નહી.

ટ્રાવેલ ફુડ સર્વિસેઝ દ્વારા અાશરે છ રેલવે સ્ટેશન પર ફુડ કોર્ટ લગાવવા માટેની બોલી લગાવવામાં અાવી હતી. તેમણે કહ્યુ હતુ કે રેલવે સ્ટેશન પર દર રોજ અેક લાખ યાત્રી અાવે છે. અા યાત્રી સરેરાશ ૧૦૦થી ૧૨૫ રૂપિયા ખાવા પર ખર્ચ કરે છે. રેલવે સ્ટેશનો પર યાત્રીના ખર્ચ વિમાનીમથકની તુલનામાં અોછા રહે છે. જ્યારે રેલવે સ્ટેશન પર વોલ્યુમ અેરપોર્ટની તુલનામાં અાશરે બે ગણો રહે છે. કે હોÂસ્પટાલિટી કોર્ટ જે ટીઅેફઅેસની હોલ્ડિંગ કંપની છે તે અાગામી ૨-૩ વર્ષોમાં અેરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર હાજરી વધારી દેવા માટે ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના ધરાવે છે. ફુડ કોર્ટમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બન્ને બ્રાન્ડસ રહેશે. જેમાં ડોમિનોજ પિજ્જા, લેબનીઝ કુઝીન સામેલ છે.

LEAVE A REPLY