જીઅેસટી પાસ કરવા માટે મોદી સરકારે કરેલ તૈયારી

0
108

નવી દિલ્હીઃછેલ્લા કેટલાક વર્ષોથી અટવાયેલા જીઅેસટીને પસાર કરવા માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અેનડીઅે સરકારે જરૂરી અાંકડાની વ્યવસ્થા કરી લીધી હોવાના હેવાલ મળ્યા છે. મોદી સરકારે નંબર ગેમમાં Âસ્થતી સુધારી લીધી છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જા જીઅેસટીને લઇને રાજી તશે નહી તો પણ હવે અાને સંસદના મોનસુન સત્રના પ્રથમ સપ્તાહમાં જ પાસ કરાવી લેવામાં અાવનાર છે. અલબત્ત અેનડીઅે પાસે હાલમાં રાજ્યસભામાં બહુમતિ નથી.

પરંતુ રાજ્યસભાની હાલની ચૂંટણી બાદ મોદી સરકારની તરફેણમાં સમીકરણ થઇ ગયા છે. જીઅેસટી બિલ માટે સભ્યોની અોછામાં અોછી ૫૦ ટકા હાજરી અને તેમાં બે તૃતિયાંશ સભ્યોનુ સમર્થન જરૂરી રહે છે. સુત્રોઅે કહ્યુ છે કે અેનડીઅસરકારના અેક વરિષ્ઠ પ્રધાને અલગ અલગ પાર્ટીના નેતાઅો સાથે વાતચીત હાથ ધરી છે. છેલ્લી ઘડીઅે કોઇ તકલીફ ન થાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે. સરકારની યોજના મોનસુન સેશનના પ્રથમ સત્રમાં જ અાને રજૂ કરવાની છે. સંસદમાં અા બિલને મંજુરી મળી ગયા બાદ કમ સે કમ અડધા રાજ્યોની વિધાનસભામાં અાને પસાર કરવાની જરૂર રહેશે. ત્યારબાદ તે કાયદામાં ફેરવાશે. સરકાર જીઅેસટી કાયદાને લાગુ કરવા માટે અેપ્રિલ ૨૦૧૭ની સમયમર્યાદા નક્કી કરવાની તૈયારીમાં છે. અાની જાહેરાત પણ ટુંક સમયમાં કરવામાં અાવી શકે છે. હવે કોંગ્રેસ અને અન્નાદ્રમુક જ બે પાર્ટી અેવી છે જે વિરોધ કરી રહી છે. વિવાદાસ્પદ મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

કોંગ્રેસ જ્યા પેંતરાબાજી બાદ અેક્ટમાં ટેક્સની સમયમર્યાદા નક્કી કરવાની માંગ છોડી દેવાના મુડમાં છે. છતાં તેની કેટલીક માંગ હજુ સુધી સ્વીકારવા લાયક દેખાતી નથી. સરકાર મેન્યુફેક્ચરિંગ રાજ્યો ઉપર ૧૩ ટકા વધારાના ટેક્સને લાગૂ કરવાના પ્રસ્તાવને છોડી શકે છે. જીઅેસટી કાઉન્સલમાં પણ કેટલાક ફેરફાર થઇ શકે છે. જીઅેસટી કાઉન્સલ ફરિયાદોનો નિકાલ લાવશે. ભાજપને અાશા છે કે, જીઅેસટી મૂળ રીતે યુપીઅેનું બિલ છે જેથી તેના ઉપર વોટિંગ દરમિયાન કોંગ્રેસ વિરોધ કરશે નહીં. ભાજપ નેતાઅો અેમ પણ માને છે કે, છેલ્લી ઘડીઅે સોનિયા ગાંધી અને રાહુલ કઇ દિશામાં જશે તે અંગે કહેવું મુશ્કેલ છે. રાજ્યસભામાં જયલલિતાની પાર્ટીના ૧૩ સાંસદ છે. તેમનો પણ વિરોધ છે. ૧૪મી જૂનના દિવસે વડાપ્રધાન મોદી સાથે જયલલિતાઅે વાતચીત કરી હતી. અા બિલને લઇને બંને વચ્ચે સહમતિ થઇ ચુકી છે. અેવી શક્યતા છે કે, વોટિંગ દરમિયાન અન્નાદ્રમુકના સભ્યો વોકઅાઉટ કરી દેશે અથવા તો બિલને સમર્થન અાપી દેશે.

LEAVE A REPLY