આર્જેન્ટિનાના સ્ટાર મેસ્સીની ફુટબોલમાંથી નિવૃતિ : ચાહકો નિરાશ

0
768

આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ આજે સવારે કોપા અમેરિકા કપની ફાઇનલમાં તેની ટીમની હાર થયા બાદ આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ વિશ્વભરના કરોડો ફુટબોલ ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો. વર્તમાન સમયના વિશ્વના સૌથી મહાન ખેલાડી હોવા છતાં તે પોતાની ટીમને કોઇ મોટી ટ્રોફી જીતાડી શક્યો ન હતો. મેસ્સીએ આંતરરાષ્ટ ફુટબોલમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે.

મેસ્સીએ હાર બાદ કહ્યુ હતુ કે તેના માટે રાષ્ટ્રીય ટીમનો સાથ હવે અહીં ખતમ થાય છે. તે કરી શકતો હતો તે કરી ગયો પરંતુ ચેમ્પિયન નહી બનવાની બાબત ખુબ આઘાતજનક છે. ૨૯ વર્ષીય મેસ્સીએ વર્ષ ૨૦૦૫માં ફુટબોલમાં એન્ટ્રી કરી હતી. તે આર્જેન્ટિના તરફથી ૧૧૩ મેચ રમી ચુક્યો છે. મેસ્સીના નામ પર કેટલાક રેકોર્ડ રહેલા છે. તે વર્ષ ૨૦૦8માં ઓલિમ્પિકમાં પોતાના દેશને ગોલ્ડ અપાવી દેવામાં સફળ થઇ ચુક્યો છે. મેસ્સી પાંચ વખત ફીફાના શ્રેષ્ઠ ખેલાડી તરીકે રહ્યો હતો. તે પોતાની ક્લબ ટીમ બાર્સેલોનાને રેકોર્ડ આઠ વખત સ્પેનની પ્રતિષ્ઠિત લા લીગા ચેમ્પિયન ટ્રોફી અપાવી ચુક્યો છે. આજે ચિલી સામેની મેચમાં તે છેલ્લી ઘડીએ પેનલ્ટી શુટ આઉટમાં મેસ્સી થાપ ખાઇ ગયો હતો. તેની ટીમ હારી ગઇ હતી. મેસ્સીની ટીમ હારી ગયા બાદ મેદાનમાં પહોંચેલા મોટી સંખ્યામાં મેસ્સીના ચાહકો પણ નિરાશ થયા હતા. મેસ્સી નિવૃત થઇ જતા હવે શાનદાર ફુટબોલની તેની રમત રાષ્ટ્રીય સ્તરે જોવા મળશે નહી.

LEAVE A REPLY