સ્વિસ બેંકોમાં ભારતીયોની રકમ રેકોર્ડ નીચી સપાટીઅે

0
153

નવીદિલ્હીઃ સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જાળવી રાખવામાં અાવેલી રકમમાં અેક તૃતિયાંશનો ઘટાડો થયો છે. અાની સાથે જ ભારતીયોના નાણા અેક તૃતિયાંશ સુધી ઘટીને ૧.૨ અબજ ફ્રેંક અથવા તો ૮૩૯૨ કરોડ રૂપિયા થઇ ગયા છે. સ્વિત્ઝર્લેન્ડની બેંકિંગ વ્યવસ્થાની જાણિતી ગુપ્ત દિવાલ ઉપર વૈશ્વિક પ્રહારો થઇ રહ્યા છે. વિશ્વના દેશો સ્વિસ બેંકોમાં હવે પોતાના નાગરિકોના નાણાની તપાસ કરી રહ્યા છે. અાવી Âસ્થતિમાં સંપત્તિમાં ઘટાડો થયો છે. દેશની સેન્ટ્રલ બેંકિંગ અોથોરિટી (સ્વિસ નેશનલ બેંક) દ્વારા જારી કરવામાં અાવેલા નવેસરના અાંકડામાં જણાવવામાં અાવ્યું છે કે, સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જાળવી રાખવામાં અાવેલી રકમ હવે સૌથી નીચી સપાટીઅે પહોંચી છે. ૧૯૯૭માં ડેટા પÂબ્લક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં અાવી હતી. સતત બીજા વર્ષે સંપત્તિમાં ઘટાડો થયો છે.

વર્ષ ૨૦૦૬ના અંત સુધીમાં સ્વિસબેંકોમાં ભારતીયો દ્વારા જાળવી રાખવામાં અાવેલી સંપત્તિનો અાંકડો ૨૩૦૦૦ કરોડ સુધીનો હતો. જા કે, અા ફંડનું પ્રમાણ ત્યારબાદથી સતત ઘટી રહ્યું છે. ૨૦૧૧ અને ૨૦૧૩ સિવાય ફંડમાં ઘટાડો થયો છે. ૨૦૧૧ અને ૨૦૧૩ દરમિયાન ભારતીયોના નાણામાં ક્રમશઃ ૧૨ ટકા અને ૪૨ ટકાનો વધારો થયો હતો. વર્ષ ૨૦૧૫ના અંત સુધીમાં ભારતીયો દ્વારા સીધીરીતે સ્વિસ બેંકોમાં જાળવી રાખવામાં અાવેલી કુલ રકમ ૧૨૦૬.૭૧ મિલિયન ફ્રેંક હતી જે અેક વર્ષ અગાઉ ૧૭૭૬ મિલિયન ફ્રેંકનો અાંકડો હતો. જુદા જુદા લોકો સ્વિસ બેંકોમાં જંગી નાણા જમા કરાવતા રહ્યા છે પરંતુ વિશ્વના દેશો હાલના દિવસોમાં અાક્રમક બનીને કાર્યવાહી કરી રહ્યા છે. સ્વિત્ઝર્લેન્ડને કરચોરો માટે સૌથી સુરક્ષિત તરીકે ગણવામાં અાવે છે. અાને લઇને વ્યાપક ચર્ચા પણ થઇ ચુકી છે. અેસઅેનબીના અધિકારીઅોનું કહેવું છે કે, અા અાંકડામાં અેવા નાણાનો સમાવેશ કરવામાં અાવ્યો નથી જે જુદા જુદા દેશોમાંથી કંપનીઅોના નામ ઉપર સ્વિસ બેંકોમાં ભારતીયો અથવા અન્યો દ્વારા જમા કરવામાં અાવે છે.

LEAVE A REPLY