રોગપ્રતિકારક ક્ષમતા બિમારીને ટાળવામાં ઉપયોગી

0
353

રોગપ્રતિકારક ક્ષમતા જુદી જુદી બિમારીને ટાળવામાં ખુબ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે. બજારમાં પણ આવી અનેક દવા ઉપલબ્ધ છે. સમયમાં લાઇફ સ્ટાઈલને ટકાવી રાખવાની બાબત સરળ હોતી નથી. રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જવાના કારણે અનેક બિમારીઓ ઘેરી લે છે. આવા સમયમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં આવે તે અતિ જરૂરી બને છે રોગપ્રતિકારક ક્ષમતાને સરળતાથી સાવધાની રાખીને વધારી શકાય છે.

શરીર સતત જુદા જુદા પ્રકારની બિમારીઓના જંતુઓનો સામનો કરે છે. આ જીવાણુઓના હુમલા રોગપ્રતિકારક ક્ષમતાના કારણે નિષ્ફળ થાય છે. શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઘણા પરિબળો છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા પાણીની રહે  છે. આ કુદરતી દવા તરીકે છે. પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણીના ઉપયોગથી શરીરમાં જમા થતાં અનેક ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે. પાણીને સામાન્ય તાપમાન ઉપર રાખીને અથવા તો આંશિક પ્રમાણમાં ગરમ કરીને ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય છે. ફ્રીજના પાણીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં ખનીજ અને વિટામીનનો ઉપયોગ પણ જરૂરી બને છે. તમામ પ્રકારના ફળમાં ખનીજ અને વિટામીન સીનું પ્રમાણ રહે છે. કોઈપણ પ્રકારના રસ અથવા તો જ્યુસમાં ખાંડ અથવા તો મીઠું મિક્સ કરવામાં ન આવે તેવી સલાહ પણ આપવામાં આવે છે. ઠંડીના દિવસોમાં ફળ ઉપરાંત શાકભાજીની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહે છે.

LEAVE A REPLY