ડોલરની સામે રૂપિયો ૬૭.૬૯ની સપાટીઅે

0
158

વૈશ્વિક બજારોમાં રિબાઉન્ડની સ્થિતિ ના પરિણામ સ્વરુપે અમેરિકી ડોલર સામે રૂપિયામાં છેલ્લા ત્રણ સપ્તાહનો અેક દિવસનો સૌથી મોટો સુધારો અાજે જાવા મળ્યો હતો. રૂપિયો અાજે ૬૭.૬૯ની સપાટીઅે બંધ રહ્યો હતો તેમાં ગઇકાલના ૬૭.૯૫ના બંધ અાંકની સામે ૦.૪૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. અાનો મતલબ અે થયો કે છઠ્ઠી જૂન બાદથી મહત્તમ ઉછાળો નોંધાયો હતો. અાજે સવારે રૂપિયો ડોલરની સામે ૬૭.૮૦ની સપાટીઅે ખુલ્યો હતો ત્યારબાદ તે ૬૭.૬૧ની સપાટી સુધી પહોંચ્યો હતો.

છેલ્લે અા સપાટી ૨૩મી જૂનના દિવસે જાવા મળી હતી. દક્ષિણ કોરિયન, મલેશિયન, સિંગાપોર ડોલરમાં સુધારો રહ્યો હતો. અા વર્ષે હજુ સુધી સેંસેક્સમાં ૨.૩૮ ટકાનો સુધારો થઇ ચુક્યો છે. ૩૦મી જૂનના દિવસે મે મહિના માટેના ફિસ્કલ ડેફિસિટના અાંકડા સરકાર જારી કરશે. અેપ્રિલ મહિનામાં ફિસ્કલ ડેફિસિટનો અાંકડો ૧.૩૭ લાખ કરોડનો રહ્યો હતો જે ૨૦૧૬-૧૭ માટેના બજેટ અંદાજના ૨૫.૭ ટકાની અાસપાસનો રહ્યો છે. કારોબારના અંતે સેંસેક્સમાં ૨૧૬ પોઇન્ટની રિકવરી થઇ હતી અને સેંસેક્સ સુધરીને ૨૬૭૪૦ની સપાટીઅે રહ્યો હતો. જ્યારે નિ^ટી ૭૬ પોઇન્ટ સુધરીને ૮૨૦૪ની સપાટીઅે રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીઅેસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ સુધારો રહ્યો હતો.

LEAVE A REPLY