લગ્ન કર્યા બાદ કેમરૂન હાલ ફિલ્મોને સ્વીકારી રહી નથી

0
96

લોસઅેન્જલસઃ હોલિવુડની સ્ટાર અભિનેત્રી કેમરૂન ડાયઝ ગયા વર્ષે જાન્યુઅારી મહિનામાં મ્યુઝિસિયન બેન્જી મેડ્ડેન સાથે લગ્ન કર્યા બાદ હાલમાં વધારે સક્રિય દેખાઇ રહી નથી. તે નવી ફિલ્મોની અોફર પણ સ્વીકારી રહી નથી. જેથી તર્ક વિતર્કનો દોર ચાલી રહ્યો છે. તેને મોટા બેનરની ફિલ્મોની અોફર હજુ સુધી થઇ રહી છે. તે બેન્જી સાથે હાલમા ંખુશ દેખાઇ રહી છે. કેમરૂનને બોલ્ડ સ્ટાર તરીકે શરૂઅાતથી ગણવામા અાવે છે.

અગાઉ મેડ્ડેન અગાઉ પેરિસ હિલ્ટન, હોલ્લી મેડિસન સાથે સંબંધ રાખી ચુક્યો છે. બીજી બાજુ કેમરૂનના પણ ભુતકાળમાં અનેક પુરૂષો સાથે સંબંધ રહી ચુક્યા છે. કેમરૂન વિચારથી ખુબ બોલ્ડ પણ છે. હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સેક્સી કેમરૂન ડાયઝે કહ્યું છે કે તે મલ્ટીપલ પાર્ટનરમાં વિશ્વાસ રાખે છે. કેમરૂને અેમ કહીને ભારે ચર્ચા જગાવી છે કે અેક પુરૂષ મહિલાની તમામ જરૂરીયાતોને સમજી શકે નહી જેથી મહિલા વધારે વધારે પાર્ટનર રાખે તેમ તે માને છે. મહિલા વધારે પાર્ટનગર રાખે તેમાં તે અયોગ્ય માનતી નથી. કેમરૂન પોતે પણ પ્રેમમાં અનેક વખત નિષ્ફળ રહી છે.

તેની કેરિયરમાં અનેક કલાકારો સાથે તેના સંબંધ રહી ચુક્યા છે. ૪૧ વર્ષની વયે પહોંચી હોવા છતાં તેની ખુબસુરતી અને ફિટનેસ તમામ નાની વયની અભિનેત્રીને મુશ્કેલીમાં મુકી શકે છે. તેનુ કહેવુ છે કે તેના સંબંધો વિતેલા વર્ષોમાં કેટલાકની સાથે રહી ચુક્યા છે. કેમરૂન ૪૧ વર્ષની વયે પહોંચી હોવા છતાં તેની પાસે મોટા બજેટની અને મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો અાવી રહી છે. કેમરૂન ડાયઝ વર્ષ ૧૯૮૮થી હોલિવુડમાં સક્રિય છે. તે સૌથી વધારે માંગ ધરાવતી અભિનેત્રીઅોમાં સામેલ રહી છે. કેમરૂન ડાયઝ ફરી અેકવાર થોડાક સમયમાં ફરી સક્રિય થઇ શકે છે. તેની પાસે નવી ફિલ્મને લઇને માહિતી જાહેર કરવામાં અાવી નથી.

LEAVE A REPLY