આલિયા ભટ્ટ હવે હોલિવુડમાં આગળ વધવા માટે તૈયાર

0
143

ઉડતા પંજાબ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ આલિયા ભટ્ટની ભૂમિકા બદલ તેની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. તે હવે વધુને વધુ મહત્વકાંક્ષી બની રહી છે. આગામી વર્ષોમાં તે બોલિવુડની અન્ય લોકપ્રિય અભિનેત્રીઓની જેમ હોલિવુડ ફિલ્મોમાં પણ ભાગ્ય અજમાવે તેવી શક્યતા છે. આલિયા ભટ્ટ દિપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાની જેમ જ હોલિવુડ ફિલ્મોમાં આગળ વધવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે પોતાની કુશળતા હોલિવુડમાં પણ  દર્શાવવા માંગે છે.

ઉડતા પંજાબ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદથી તેની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. યુવા સ્ટાર અભિનેત્રી હાલમાં સારી ફિલ્મો મેળવી રહી છે. તેની આવનારી ફિલ્મો પણ મોટા બેનરની છે. તે હાઇવે અને અન્ય કેટલીક આવીજ ફિલ્મો કરી ચુકી છે. ઉડતા પંજાબમાં પણ તેની એક્ટિંગ કુશળતાથી તમામ પ્રભાવિત થયા છે. તે સિદ્ધાર્થ મલહોત્રા સાથે પ્રેમમાં હોવાના હેવાલ મળી ચુક્યા છે. તે લંડનમાં હાલમાં સિદ્ધાર્થ સાથે છે.

આલિયાના નજીકના લોકોનુ કહેવુ છે કે તે હોલિવુડ ફિલ્મોમા ંપણ ભાગ્ય અજમાવવા ઇચ્છુક છે. તેની પાસે ઓફર પણ આવી રહી છે. થોડાક વર્ષ પહેલા કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ સાથે આલિયા ભટ્ટે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી તે સતત સારી ફિલ્મો કરી રહીછે.  આ ફિલ્મમાં તેની સાથે વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલહોત્રાની ભૂમિકા હતી. આ આ બન્ને સ્ટાર પણ બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી ચુક્યા છે. સિદ્ધાર્થ અને વરૂણ પોતે બોલિવુડના હાલના સૌથી વધુ વ્યસ્ત સ્ટાર પૈકીના એક બની ચુક્યા છે. આવી સ્થિતીમાં આલિયા આગામી દિવસોમાં મોટા પ્રોજેક્ટ પર કામ કરવા જઇ રહી છે. તે કિંગ શાહરૂખખાનની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મના સંબંધમાં ટુંક સમયમાં જ જાહેરાત્ કરવામાં આવનાના છે.

LEAVE A REPLY