બ્રેક્ઝિટ : દુનિયાના શેરબજારે બે ટ્રિલિયન ડોલર ગુમાવ્યા

0
84
great briitain leaves european union metaphor

૨૦૦૮માં લેહમન બ્રધર્સના દેવાળુ ફુંકવા તેમજ બ્લેક મની સ્ટોક ક્રેશથી થયેલા નુકસાન કરતા વધારે નુકસાન
નવી દિલ્હીઃ બ્રિટનમાં યુરોપિયન યુનિયનથી અલગ થવાની તરફેણમાં લોકોઅે મતદાન કરવામાં અાવ્યા બાદથી દુનિયાભરના શેરબજારે ૨.૦૮ ટ્રિલિયન ડોલર અથવા તો અાશરે ૧૪૧ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. અા શેરબજારના ઇતિહાસમાં અેક દિવસ માટેનુ સૌથી મોટુ નુકસાન છે. સ્ટાન્ડર્ડ અેન્ડ પુઅર્સ ના ડાઉ જાન્સ ઇન્ડેક્સના કહેવા મુજબ અા નુકસાનના અાંકડાઅે વર્ષ ૨૦૦૮માં નાણાંકીય સંકટ દરમિયાન લેહમન બ્રધર્સને થયેલા નુકસાન અને વર્ષ ૧૯૮૭માં બ્લેકમની સ્ટોક માર્કેટમાં ક્રેશના અાંકડાઅે પણ પાછળ છોડી દીધો છે.

૨૩મી જુનના દિવસે બ્રિટનમાં જનમત સંગ્રહના બિન અપેક્ષિત પરિણામ અાવ્યા બાદ વિશ્વના બજારો તુટી ગયાહતા. તમામ શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા હતા. દુનિયાભરના બજારોમાં ભારે અફડાતફડી થઇ હતી. અાના કારમે યુરોપના પ્રમુખ દેશોના બજારને સૌથી વધારે નુકસાન થયુ હતુ. મિલાન અને મેડીડ પોત પોતાના સૌથી મોટા નુકસાન કરી ચુક્યા છે. અા બન્ને બજારો ૧૨ ટકા કરતા પણ વધારે નીચે પહોંચી ગયા હતા. બ્રિટનના બેન્ચમાર્કમાં શુક્રવારના દિવસે અાશરે નવ ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેમાં સુધારો થયો હતો. બ્રેક્ઝિટ ના પરિણામને લોકો સારીરીતે સમજી શકયા ન હતા જેથી શરૂઅાતમાં બજારોમાં રેકોર્ડ ઘટાડો થયો હતો. માર્કેટમાં મોટો કડાકો બોલાશે તેવી દહેશત દેખાઇ રહી હતી તેથી તેમાં ઘટાડો થયો હતો. શુક્રવારનાદિવસે થયેલા નુકસાનના અાંકડાઅે ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા નુકસાનના અાંકડાને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી હતી. વોલ સ્ટ્રીટ માટે અે વખતે ૭૦૦ અબજ ડોલરના પેકેડને ફગાવી દેવામાં અાવ્યુ હતુ. અમેરિકી કોંગ્રેસે અા પેકેજને ફગાવી દીધુ હતુ. અે દિવસે ગ્લોબલ માર્કેટે ૧.૯૪ ટ્રિલિયન ડોલર ગુમાવ્યા હતા.

LEAVE A REPLY