કેન્દ્રીય કર્મીઅોની બલ્લે બલ્લે : ૨૩.૫ ટકા પગાર વધારાને અંતે મંજુરી

0
105

નવી દિલ્હીઃ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં અાવી રહી હતી તે કેન્દ્રિય કેબિનેટે અાજે ૨૩.૬ ટકાના અેકંદરે પગાર વધારાને લીલીઝંડી અાપી દીધી હતી. અાની સાથે જ ચાલી રહેલી અટકળોનો અંત અાવી ગયો હતો. કેન્દ્રીય કર્મચારીઅોની હવે બલ્લે બલ્લે થઇ ગઇ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઅોના પગાર અને ભથ્થા તથા પેન્શનમાં સુધારાઅો કરીને સાતમાં વેતન પંચની ભલામણોને અાજે લીલીઝંડી અાપી દેવામાં અાવી હતી. સાતમા વેતન પંચ દ્વારા કરવામાં અાવેલી ભલામણ મુજબ તેને મંજુરી અાપવામાં અાવી છે. અાજે સવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં વિવિધ પાસા પર વિચારણા કરવામાં અાવ્યા બાદ અાને મંજુરી અાપી દેવામાં અાવી હતી.

કમીશન દ્વારા કરવામાં અાવેલી ભલામણ કરતા પગારમાં વધારો વધારે રહેશે તેને લઇને ગઇકાલથી ચર્ચા ચાલી રહી હતી. જા કે વધારો ભલામણ કરતા વધારે રહ્યો ન હતો. વેતન પંચની ભલામણને પહેલી જાન્યુઅારી ૨૦૧૬થી અમલી કરવામાં અાવનાર છે. બેઝિક પગારમાં વધારો ૧૪.૨૭ ટકા રહેશે. જ્યારે ભથ્થામાં વધારાની સાથે અેંકંદરે વધારો ૨૩.૬ ટકાનો રહેશે. વેતનમાં વધારો કરવામાં અાવ્યા બાદ તેનો સીધો લાભ ૪૭ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઅોને થશે. સાથે સાથે ૫૨ લાખ પેન્શનરોને પણ સીધો લાભ થશે. તિજારી પર અાના કારણે વાર્ષિકરીતે ૧.૦૨ લાખ કરોડનો બોજ પડશે. કેબિનેટની બેઠક પર પહેલાથી તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે સરકારી કર્મચારીઅો માટે વેતન પંચને અમલી બનાવવા નાણા મંત્રાલયને પહેલાથીઅાદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારના કર્મચારીઅોના પગાર અને ભથ્થામાં વધારો કરવાના સંદર્ભમાં બુધવારના દિવસે અેટલે કે અાજે મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં અાવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઅો દ્વારા હડતાળની ધમકી પણ અાપવામાં અાવી હતી. તેમનું કહેવું હતુ કે જાહેરનામાના સંદર્ભમાં યોગ્ય નિર્ણય વહેલીતકે નહીં થાય તો હડતાળ પાડવામાં અાવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઅો છેલ્લા ઘણા સમયથી વેતન પંચના અહેવાલની ઉત્સુકતાપૂર્વક રાહ જાઈ રહ્યા હતા. પગારમાં વધારો થયા બાદ તીવ્ર મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઅોને તથા પેન્શનરોને મોટી રાહત મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે સરકારે વેતન પંચની ભલામણ પર વિચારણા કરવા માટે જાન્યુઅારી મહિનામાં પીકે સિંહાના નેતૃત્વમાં સચિવોની સમિતિ બનાવી હતી. વેતન પંચના રિપોર્ટમાં અેન્ટ્રી લેવલ પર લઘુત્મ વેતન સાત હજારથી ૧૮ હજાર કરી દેવાની ભલામણ કરવામા ંઅાવી હતી. સચિવોની સમિતીઅે અેન્ટ્રી લેવલ પર વેતનને ૨૩૫૦૦ અને મહત્તમ ૩.૨૫ લાખ કરવાની ભલામણ કરી હતી. અત્રે નોંધનીય છે કે, છઠ્ઠા વેતન પંચ દ્વારા ૨૦ ટકા સુધી વેતન થતા ભથ્થામાં તથા પેન્શનમાં વધારાની જાહેરાત કરી હતી. ૨૦૦૮માં સરકારે અાને મંજુરી અાપીને બે ગણી કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુવર્ષ ૨૦૧૬-૧૭માં બજેટમાં વેતન પંચની જાગવાઈને અમલી કરવા માટે કોઇ બજેટ નક્કી કરવામાં અાવ્યું ન હતું. વેતનમાં વદારો કરવામાં અાવ્યા બાદ હવે તમામને મોટી રાહત થઇ છે. કારણ કે ક્યારેય વધારો કરાશે. તેને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી. વધારો કરાયા બાદ કર્મચારીઅોમા ંગણતરી શરૂ થઇ છે. કેબિનેટની બેઠક સાઉથ બ્લોકમાં યોજાઈ હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અા બેઠક યોજાઈ હતી જેમાં ભલામણોને સ્વીકારી લેવામાં અાવી હતી. કર્મચારીઅોના વેતનમાં ત્રણ ટકાના વાર્ષિક વધારાને પણ જાળવી રાખવામાં અાવ્યો છે. ૯૮.૪ લાખથી વધુ કર્મચારીઅોને ફાયદો થશે. અામા બાવન લાખ પેન્શન મેળવનાર લોકો પણ સામેલ છે. પહેલી જાન્યુઅારી ૨૦૧૬થી અમલી કરાશે.

LEAVE A REPLY