અફઘાનમાં બે તાલિબાની બોંબરો ત્રાટક્યા, ૪૦થી વધુના મોત થયા

0
122

કાબૂલઃ અફઘાનિસ્તાનના હિંસાગ્રસ્ત કાબૂલના પશ્ચિમી પરા વિસ્તારમાં હાલમાં જ ગ્રેજ્યુઅેટ થયેલા કેડેટને લઇને જતી બસ ઉપર અાજે બે તાલીબાની અાત્મઘાતી બોંબરોઅે ભીષણ હુમલો કર્યો હતો. અા હુમલામાં ૪૦થી વધુ જવાનોના મોત થયા છેઅને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઅો પૈકી ઘણા ગંભીર જણાવવામાં અાવ્યા છે. કાબૂલના પશ્ચિમી પરા વિસ્તારમાં કરાયેલા અા હુમલા બાદ ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. તાલીબાને અા હુમલો કરીને ફરી અેકવાર મોટો પડકાર ફેંક્યો છે. પોલીસ અધિકારીઅોઅે કહ્યું છે કે, પ્રાથમિક તપાસ મુજબ ત્રણ બસને ટાર્ગેટ બનાવીને અા હુમલો કરાયો હતો. અા બસ વાર્ડક પ્રાંતથી અફઘાનનાપાટનગર તરફ અાવી રહી હતી. બે અાત્મઘાતી બોંબરો ભીષણ હુમલામાં સામેલ હતા. મોટી ખુવારી થઇ છે.

નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઅોઅે કહ્યું છે કે, નેપાળી સુરક્ષા ગાર્ડને ટાર્ગેટ બનાવીને ૧૦ દિવસ પહેલા જ ભીષણ હુમલો કરાયો હતો જેમાં ૧૪ લોકોના મોત થયા હતા. કાબૂલમાં કેનેડિયન દૂતાવાસ માટે કામ કરતા નેપાળી સુરક્ષા ગાર્ડને લઇ જતી બસ ઉપર અા હુમલો કરવામાં અાવ્યો હતો. અેપ્રિલ મહિનામાં પણ સુરક્ષા સર્વિસની સુવિધાઅો ઉપર તાલિબાની દ્વારા હુમલો કરાયો હતો જેમાં ૬૪ લોકોના મોત થયા હતા. ૨૦૧૧ બાદથી અફઘાનિસ્તાનમાં વારંવાર હુમલાઅોનો દોર જારી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ જેવી Âસ્થતિ હંમેશા રહી છે. અફઘાનિસ્તાનમાં કરાઈ રહેલા હુમલાના કારણે સુરક્ષા સંસ્થાઅો સાવધાન હોવા છતાં નિસહાય દેખાઈ રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ અાત્મઘાતી બોંબરોઅે અા હુમલો કર્યો હતો અને બસ ઉપર ત્રાટકીને પોતાને ઉડાવી દીધા હતા. ત્રણ બસને ટાર્ગેટ કરીને અા હુમલો કરાયો હતો. હુમલો કરવામાં અાવ્યા બાદ ઘાયલ થયેલાઅોને હોÂસ્પટલ ખસેડવામાં અાવ્યા છે જ્યારે ઇજાગ્રસ્તોના નામ હજુ જાણી શકાયા નથી. ખુવારીનો અાંકડો વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં ઘણા વર્ષોથી અમેરિકી સેના પણ સક્રિય થયેલી છે. વિશ્વના ઘણા દેશોના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણના પ્રયાસોમાં વિશ્વના દેશો જાડાયેલા છે જેમાં ભારત પણ સામેલ છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનમાં પહોંચ્યા હતા.

LEAVE A REPLY