આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – યોગ ઝીરો બજેટમાં હેલ્થ ઇન્સ્યુરન્સ આપે છે : નરેન્દ્ર મોદી

0
205
Modi Yoga Day
Modi Yoga Day

વિશ્વભરના આજે બીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીચંડીગઢમાં ૩૦,૦૦૦થી વધુ લોકોની સાથે યોગ કર્યા હતા. અહી તેમણે જાહેરાત કરી હતી કે, આવતા વર્ષથી યોગ માટે કામ કરનાર લોકોને સન્માનિત કરવામાં આવશે. પીએમએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બે યોગ એવોર્ડ આપવાનુ એલાન કર્યુ હતુ.

પોતાના સંબોધનમાં યોગના મહત્વ ઉપર ભાર મુકતા વડાપ્રધાને કહ્યુ હતુ કે, આ માત્ર એક ક્રિયા નથી પરંતુ શરીરને સ્વસ્થ રાખવાની વિધિ છે. તેમણે કહ્યુ હતુ કે, યોગ મેળવવાનુ નહી પરંતુ મુકિતનો માર્ગ છે. તેમણે કહ્યુ હતુ કે, યોગ વિશ્વમાં વધુને વધુ લોકપ્રિય બનાવવો જોઇએ. તેમણે કહ્યુ હતુ કે, યોગ નાસ્તિક અને આસ્તિક એમ બંને માટે છે. યોગ ગરીબ માટે પણ છે અને અમીર માટે પણ છે. આ એક જીવનનો વિમો છે જે શુન્ય બજેટ પર થાય છે. યોગને જીવન સાથે જોડવુ જરૂરી છે. તેમણે લોકોને કહ્યુ હતુ કે, યોગને જીવનનો હિસ્સો બનાવવો જોઇએ. યોગ ઝીરો બજેટમાં હેલ્થ ઇન્સ્યુરન્સ આપે છે. તેમણે કહ્યુ હતુ કે, આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દેશના ખુણે-ખુણે યોગના કાર્યક્રમો થઇ રહ્યા છે અને સમાજના દરેક વર્ગનું સમર્થન મળ્યુ છે. યોગ મુકિતનો માર્ગ તો છે જ પણ સાથે સાથે યોગ જીવન અનુશાસનનું અનુષ્ઠાન પણ છે.

વડાપ્રધાને કહ્યુ હતુ કે, દુનિયામાં યોગ ટ્રેનરનું માંગ વધી રહી છે. યોગ વિશ્વમાં આર્થિક કારોબારને વધારી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, યોગ આપણા પુર્વજોની વિરાસત અને યોગ ઝીરો બજેટમાં હેલ્થ ઇન્સ્યુરન્સ આપે છે. દેશમાં ડાયાબીટીસની સંખ્યા વધી રહી છે અને યોગથી ડાયાબીટીસ ઉપર કંટ્રોલ સંભવ છે. યોગને જીંદગીનો હિસ્સો બનાવો જોઇએ. મોબાઇલ ફોન જીંદગીનું એક અંગ બની ગયુ છે તેમ યોગને પણ જીંદગીનું એક અંગ બનાવવુ જોઇએ. યોગ દિવસ એક જન આંદોલન બની ગયુ છે. યોગથી મન કાબુમાં રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. શિસ્તપુર્વક જીંદગી જીવવા માટે યોગ જરૂરી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે આયોજિત અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હજારો લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેને યોગ સાધનામાં ભાગ લઇને ગુજરાતનુ નેતૃત્વ કર્યુ હતુ. જીએમડીસી ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં ૧૭ હજારથી વધારે લોકો હાજર રહ્યા હતા. યોગ સાંકળ રચીને નવો વિક્રમ સર્જવામાં આવ્યો હતો. વિશ્વ યોગ દિવસે ગુજરાતમાં ૪૦ હજારથી વધારે સ્થળ પર એક કરોડથી વધુ લોકો યોગસાધનામાં સ્વયંભુ સામેલ થયા હોવાના હેવાલ મળ્યા છે.  એકલા અમદાવાદ જિલ્લામાં ૧૨૯૧ સ્થળોએ સાત લાખથી વધારે લોકો યોગમાં સહભાગી થયા હતા.  અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાનો સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને રાજ્યપાલ ઓપી કોહલી પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY