ત્રીજી વન-ડેમાં ૧૦ વિકેટે જીત સાથે ભારતનો શ્રેણી વિજય, ઝીમ્બાબ્વેને ૩-૦ થી કર્યું વ્હાઈટવોશ

0
225
team-india
team-india

ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ત્રણે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી દીધી છે. ભારતે શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વે એ આપેલા 124 રનના ટાર્ગેટને આપ્યો હતો જે 21.5 ઓવરમાં જ સર કરી દીધો છે. ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 126 રન ફટકારીને મેચ પર વિજય મેળ્યો હતો.

ભારતીય ટીમ તરફથી બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલા લોકેશ રાહુલ અને ફેઝ ફઝલને અનુક્રમે 63 રન અને 55 રન ફટકારીને અણનમ રહ્યા હતા. બંને ખેલાડીઓએ જ ટીમને જીત અપાવી હતી.

ઝિમ્બાબ્વેની ટીમે પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે પહેલા દાવમાં ટીમે 123 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ ઝિમ્બાબ્વેના બધા બેટ્સમેનોએ પેવેલિયન ભેગા કરી દીધા હતા. ઝિમ્બાબ્વેની ટીમે 42.2 ઓવરમાં માત્ર 123 રન બનાવી શક્યા હતા.

LEAVE A REPLY