ગુજરાતના ફરવાલાયક સુંદર દરિયાકિનારાઓ અને આહ્લાદક બીચો

0
343
Gujarat beach
Gujarat beach

પરિવારના સભ્યો સાથે કોઈ દરિયા કિનારે ફરવા જવાની ઈચ્છા થાય ત્યારે લોકોના મનમાં પહેલો વિચાર ગોવાના સુંદર દરિયા કિનારાનો જ આવતો હોય છે. ભારતમાં અન્ય એવા કેટલાય બીચ છે જ્યાં ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ નથી છતાં પણ પરિવાર સાથે દરિયાની સુંદરતા માણવાની યોજના બનાવી શકાય છે. આજે અહીં એવા જ કેટલાક દરિયા કિનારાની વાત કરવામાં આવી રહી છે જ્યાં તમે પરિવારની સાથે આરામથી ફરી શકો છો અને તેની સુંદરતાને માણી શકો છો.

દ્વારકા બીચ

જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ, ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે.

જામનગર બીચ

સૌરાષ્ટ્રના સુંદર શહેરોમાંનું એક એવું જામનગર દરિયાની દૃષ્ટિએ પણ અન્ય શહેરો કરતા વધારે ભાગ્યશાળી છે. જામગનરમાં જોવા માટે અનેક સ્થળો છે. જેમાં પીરોટન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાના સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, કચ્છથી જામનગર સુધી 42 એવા નાના બીચ છે જે ગુજરાતના દરિયાકાંઠાની સુંદરતામાં વધારો કરે છે. તેમજ જામનગરના બીચ પર તમને એકાંત પણ મળી શકે છે.

દીવ
બીચ ડેસ્ટિનેશનમાં દીવની અલગ જ ઓળખ છે. તે દેશના અન્ય બીચની સરખામણીમાં વધારે સાફ અને સુંદર છે. જો તમે શહેરની દોડધામથી દૂર બીચ પર એકાંત માણવા ઈચ્છતા હોવ તો તે તમને દીવના બીચમાં જ મળશે. ગોવાની સરખામણીમાં અહીં ઘણા ઓછા લોકો આવે છે કારણ કે અહીંના બીચ વધારે ખતરનાક છે. આ બીચની ખાસિયત છે કે અહીં ટૂરિસ્ટ વર્ષ દરમિયાન કોઈ પણ સીઝનમાં આવી શકે છે.


અહેમદપુર માંડવી
, જુનાગઢ
સંઘ પ્રદેશ દીવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું અહેમદપુર માંડવી નલિયા માંડવીની બિલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચીઝમાનું એક છે. જે સાત કિમી.નો દરિયાકાંઠો ધરાવે છે. સર્કેશ્વર બીચની જેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરું પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાય છે. અહીં પણ રાજ્ય સરકાર દ્વારા તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી રાજ્ય બહારના એટલે કે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળિયામણા બીચ તરફ આકર્ષી શકાય.

તિથલ બીચ

તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવાલાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.

સોમનાથ બીચ

સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ બીચીઝમાં સ્થાન ધરાવે છે. તેની એક ખાસિયત એ પણ છે કે ત્યાં શિવ મંદિર આવેલું છે જે 12 જ્યોર્તિલિંગમાનું એક છે. મહાશિવરાત્રી દરમિયાન ત્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. જોકે, સોમનાથનો બીચ સ્વીમિંગ કરવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી. શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો આંનદ આ બીચ પરથી મળી શકે છે. સોમનાથના બીચ પર કેમલ રાઇડ અને લાઇટ સ્નેક્સનો આનંદ માળી શકાય છે.

LEAVE A REPLY