લિજેન્ડરી બોક્સર મોહમ્મદ અલી – વિશ્વભરના લોકોએ આપી ગમગીની વિદાય અને ભાવભીની શ્રદ્ધાંજલિ

0
165
Muhammad-Ali
Muhammad-Ali

વિશ્વના મહાનતમ બોક્સર અને રંગભેદ સામેની તેમજ માનવતા માટેની લડાઈમાં અગ્રેસર રહેનારા અમેરિકાના ‘ધ ગ્રેટેસ્ટ’ મોહમ્મદ અલીની ચિરવિદાયથી માત્ર રમત જગતે નહીં, પણ દુનિયાએ અનહદ લોકપ્રિયતા ધરાવતા મહામાનવને ગુમાવ્યો છે. પાવરફૂલ પંચીસ અને એગ્રેસીવ એપ્રોચથી બોક્સિંગની સિકલ બદલી નાંખનારા મોહમ્મદ અલીએ દુનિયાના ખુણે ખુણે બોક્સિંગને લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી.
મોહમ્મદ અલીના સુપુર્દ-એ-ખાકની વિધિ 90 મીનિટ સુધી ચાલશે અને કેવ હિલ કબ્રસ્તાનમાં સમાપ્ત થશે.મોહમ્મદ અલીના ફ્યુનરેલમાં લિજેન્ડ બોક્સર માઇક ટાયસન, બોક્સર લેનોક્સ લેવિસ, હોલિવુડ અભિનેતા વિલ સ્મિથ સહિતની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. મોહમ્મદ અલીની ફ્યુનરેલ જ્યાંથી નીકળી રહી હતી ત્યાં તેના ફેન્સ અલી, અલીના નારા લગાવતા જોવા મળ્યા હતા તેમજ કાર પર ફૂલો વરસાવતા હતા.
મોહમ્મદ અલીની ઇચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કારમાં તેમના જીવનની ઝલક મળે. એમ માલુમ પડી શકે કે તેમને કેવુ જીવન વિતાવ્યુ, ફ્યૂનરલમાં તમામ ધર્મ અને રંગના તેમજ વીઆઇપી સાથે સામાન્ય વ્યક્તિઓને પણ તેમાં આવવાની પરવાનગી હોય.

LEAVE A REPLY