દીપિકાથી લઈને કંગના સુધી, જાણો એક એડ ફિલ્મ માટે કેટલી લે છે Fee

0
133
Deepika Padukone
Deepika Padukone

દીપિકા પાદુકોણે એક બ્રાન્ડ એંડોર્સમેન્ટ માટે રૂ. 8 કરોડની ફી માગી છે. તે ત્રણ દિવસની એડ્વર્ટાઈઝના શૂટિંગ માટે છે. એટલે કે એક દિવસની શૂટિંગની ફી રૂ. 2.66 કરોડ થશે. જો આ ડીલ ફાઈનલ થશે તો દીપિકા પણ શાહરૂખ, સલમાન, આમીર અને રણબીરની કેટેગરીમાં આવી જશે. સ્પોટર્સ સેલેબ્સમાં પણ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ફી પણ અંદાજે આટલી જ છે.

આ એંડોર્સમેન્ટ ડીલ એક એરલાઈન્સ કંપની સાથે ચાલી રહી છે. જો દીપિકા આ ડીલને સાઈન કરે તો તે ‘એ’ લિસ્ટર અભિનેત્રીની એંડોર્સમેન્ટ ફી કરતા ઘણી વધારે હશે. અત્યારે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓ એક દિવસની એક એડ્ માટે રૂ. એક કરોડની ફી લે છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દીપિકાએ આઠ કરોડ ફી ત્રણ દિવસના શૂટિંગ માટે માગી છે. એટલે કે એક દિવસની ફી સરેરાશ રૂ. 2.66 કરોડ થશે.

LEAVE A REPLY