લંડનઃ અોલ ઈંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેÂમ્પયનશીપમાં મોટો અપસેટ સર્જાયો છે. પુરૂષોના સિંગલ્સમાં ચોથા ક્રમાંકિત ખેલાડી સ્ટેઈન વાવરીંકાની હાર થઈ છે. જુઅાન માર્ટીન ડેલપોટ્રો સામે તેની હાર થઈ છે. સ્વીસ ખેલાડી ઉપર ડેલપોટ્રોઅે પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ ૩-૬, ૬-૩, ૭-૬ (૭-૨), ૬-૩થી જીત મેળવી હતી. અાર્જેÂન્ટનાનો અા ખેલાડી છેલ્લા બે વર્ષથી ઈજાના કારણે ટેનિસ સર્કિટમાં અાવ્યો ન હતો અને બે વર્ષથી રમી રહ્યો ન હતો પરંતુ વિમ્બલ્ડનમાં શાનદાર વાપસી થઈ છે. ડેલપોટ્રો બ્રિટનના અેન્ડીમરેની સાથે ડÙોમાં રહેલો છે. હવે તે વધુ પડકારરૂપ ખેલાડી સામે અાગામી રાઉન્ડમાં મેદાનમાં ઉતરનાર છે. બીજી બાજુ વરસાદગ્રસ્ત દિવસે કેટલીક મેચો ધોવાઈ ગઈ હતી. પ્રથમ ક્રમાંકિત ખેલાડી નોવાક જાકોવીકની મેચ પુરી થઈ શકી ન હતી. અા મેચ વરસાદના કારણે રોકવામાં અાવી ત્યારે નોવાક જાકોવીક બે સેટથી પાછળ ચાલી રહ્યો હતો. અન્ય અેક મહત્વપૂર્ણ મેચમાં રોઝર ફેડરરે પોતાના હરીફ ખેલાડી ઉપર સીધા સેટોમાં જીત મેળવીને અાગેકૂચ કરી હતી. વિમ્બલ્ડન ટેનિસ ચેÂમ્પયનશીપમાં અાર્જેÂન્ટનાના ખેલાડીઅે વાવરીંકાને અાઉટ કરવામાં સફળતા મેળવી હતી. પુરૂષોની બીજા રાઉન્ડની અન્ય મેચોમાં વિલફ્રેડ સોંગાઅે મોનાકો ઉપર સીધા સેટોમાં ૬-૧, ૬-૪, ૬-૩થી જીત મેળવી હતી. જ્યારે થોમસ બરડીકે બેન્જામીન બેકર ઉપર ૬-૪, ૬-૧, ૬-૨થી જીત મેળવી હતી. અા ઉપરાંત અન્ય મેચોમાં પણ સ્ટાર ખેલાડીઅો અાગેકૂચ કરી ગયા હતા. રોઝર ફેડરરે તેના હરીફ ખેલાડી ઈવાન્સ ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. મેચ જીતી લીધા બાદ રોઝર ફેડરરે કહ્યું હતું કે અા વખતે જાકોવીકને હરાવવા માટે તે કટિબદ્ધ છે.બીજી બાજુ જાકોવીકની મેચ વરસાદના કારણે રોકી દેવામાં અાવી હતી. માર્ટીન ડેલપોટ્રો લાંબા ગાળા બાદ પ્રથમ વખત વિમ્બલ્ડન ટેનિસમાં રમી રહ્યો છે. ૨૦૧૪ બાદથી તે પ્રથમ વખત રમી રહ્યો છે. ઈજા થયા બાદ તેને ત્રણ સર્જરી કરાવવાની જરૂર પડી હતી. ૨૭ વર્ષીય ડેલપોટ્રોઅે વર્ષ ૨૦૦૯માં યુઅેસ અોપન ચેÂમ્પયન બનવામાં સફળતા મેળવી હતી પરંતુ તેની કેરિયરમાં ઈજાના પરિણામ સ્વરૂપે તે ઘણી મુશ્કેલીમાં રહ્યો છે.

LEAVE A REPLY