ઢાકાઃ બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં ડિપ્લોમેટીક ઝોનના રેસ્ટોરન્ટને ત્રાસવાદીઅોના અંકુશમાંથી અાખરે મુક્ત કરાવી લેવામાં સફળતા મળી છે. અા કમાન્ડો અોપરેશનમાં છ ત્રાસવાદીઅો માર્યા ગયા છે પરંતુ અા હુમલામાં અેક ભારતીય યુવતી સહિત ૨૦ લોકોના પણ મોત થયા છે. ત્રાસવાદીઅો ભારતીય યુવતી તરુસીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. માર્યા ગયેલાઅોમાં તમામ ૨૦ વિદેશીઅો હોવાનું જાણવા મળ્યું છે. અેક ત્રાસવાદીને જીવિત પણ પકડી લેવામાં અાવ્યો છે. બાંગ્લાદેશના બ્રિગેડિયર જનરલ નઈમ અશફાક ચૌધરીનું કહેવું છે કે ત્રાસવાદીઅોઅે ૨૦ બંધકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તમામના ગળા કાપીને હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. અાર્મી પેરાકમાન્ડો યુનિટ દ્વારા અોપરેશનનું નેતૃત્વ કરાયું હતું અને ૧૩ મિનિટમાં જ છ ત્રાસવાદીઅોનો ખાત્મો કરાયો હતો. જ્યારે બાનમાં પકડી લેવામાં અાવેલા કટેલાક વિદેશીઅો સહિત તમામને મુક્ત કરાવી લેવામાં અાવ્યા છે. હથિયારો સાથે સજ્જ અાતંકવાદીઅોઅે ગઈકાલે મોડી રાત્રે હુમલો કર્યા બાદથી અાજે સવાર સુધી ભારે દહેશત ફેલાવી હતી. અાજે સવારે જારદાર કાર્યવાહી બાદ અંતે ત્રાસવાદીઅો ઠાર થયા હતા. ત્રાસવાદીઅોઅે ૧૦ કલાક સુધી ઈટાલીના નાગરિકો સહિતના ઘણા લોકોને બાનમાં પકડી રાખ્યા હતા. અાતંકવાદીઅો અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ રાતભર ચાલી હતી. રેસ્ટેરન્ટ ઈમારતમાંથી છ મૃતદેહ કબજે કરવામાં અાવ્યા છે. ઢાકાના ગુલશન વિસ્તારના હોલીઅાર્ટીજન બેકરીમાં કરાયેલા અા હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઅોઅે સંભાળી હતી. હુમલો કરવામાં અાવ્યો ત્યારે ૨૦ વિદેશી નાગરિકો સહિત ૪૦થી વધુ લોકો હતા. ૧૦થી વધુ લોકો હુમલો કરાયા બાદ છત પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સવારે ૭.૪૦ વાગે અોપરેશન હાથ ધયુ હતું. જેમાં અાર્મીના જવાનોનો સમાવેશ થાય છે. અાર્જેÂન્ટનાના અેક અને બે બાંગ્લાદેશી નાગરિકોને સવારે બચાવવામાં અાવ્યા હતા. ંમોડી રાત્રે ત્રાસવાદીઅોઅે રેસ્ટોરન્ટમાં ઘુસી ગયા હતા. ત્યારબાદ ગોળીબાર કરવામાં અાવ્યો હતો. બ્લાસ્ટ પણ કરવામાં અાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોને બાનમાં પણ પકડી લીધા હતા. અાજે બાંગ્લાદેશી પોલીસે પાટનગર ઢાકામાં અાવેલા રેસ્ટોરન્ટમાં કમાન્ડો અોપરેશન હાથ ધર્યુ હતુ અને બાનમાં પકડી રાખવામાં અાવેલા ૧૪ લોકોને બચાવી લીધા હતા. અા હુમલાની જવાબદારી અાઇઅેસે સ્વીકારી હોવાના હેવાલ પણ મળ્યા છે. સિરિયા અને ઇરાકમાં અનેક જગ્યાઅે પ્રભુત્વ ધરાવનાર અાઇઅેસે હાલમાં કેટલાક દેશોમાં હુમલાને અંજામ અાપવામાં સફળતા મેળવી છે. જેમાં પેરિસ, બ્રસલ્સ અને હાલમાં ઇસ્તાનબુલ અેરપોર્ટનો સમાવેશ થાય છે. અાઇઅેસે હવે વિશ્વના દેશોને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે. પોલીસે માહિતી અાપતા કહ્યુ છે કે હુમલાખોરોઅે ઢામાં મોડી રાત્રે ડિપ્લોમેટિક જાનમાં અાવેલા રેસ્ટોરન્ટમાં હુમલો કરી દીધો હતો.  અા લોકોઅે કેટલાક વિદેશી સહિત ૨૦ લોકોને બાનમાં પકડી લીધા હતા. પોલીસ ઇમારતમાં ઘુસીને કમાન્ડો અોપરેશન હાથ દરે તે પહેલા ત્રાસવાદીઅોઅે ભારે દહેશત ફેલાવી દીધી હતી. હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છ. પોલીસે મોડેથી રેસ્ટોરન્ટને ચારેબાજુથી ઘેરી લઇને અોપરેશન હાથ ધર્યુ હતુ. રેસ્ટોરન્ટમાં કેટલા ત્રાસવાદીઅો ઘુસી ગયા હતા તે અંગે પ્રાથમિકરીતે કોઇ માહિતી મળી ન હતી. જા કે મોડેથી જણાવવામાં અાવ્યુ હતુ કે છ ત્રાસવાદીઅો ઠાર થયા છે. અેકબાજુ ઇસ્લામિક સ્ટેટ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી લઇને દાવો કરવામાં અાવ્યો છે કે અા હુમલામાં ૨૪ લોકોના મોત થયા છે. જ્યારે બાંગ્લાદેશી પોલીસે અહેવાલને રદિયો અાપતા કહ્યુ છે કે હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. બાનમાં પકડી લેવામાં અાવેલા લોકોમાં ભારતીય ઇટાલિયન લોકો હતા.બાંગ્લાદેશમાં ઇટાલીના રાજદુત મારિયો પલમાઅે કહ્યુ છે કે  સાત ઇટાલિયન નાગરિકોને પણ બાનમાં પકડી લેવામાં અાવ્યા હતા. તાજેતરના સમયમાં ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઅોઅેક પછી અેક હુમલા કર્યા છે. બાંગ્લાદેશ દ્વારા હાલમાં ઇસ્લામિક પાર્ટીના અેક લીડર મોતુઉર રહેમાનનિઝામીને ફાંસી અાપી દેવામાં અાવ્યા બાદ અા હુમલો કરવામાં અાવ્યો છે. બાંગલાદેશમાં પણ ત્રાસવાદી હુમલા નિયમિત ગાળામાં થતા રહ્યા છે.

ગયા વર્ષે કેટલાક વેસ્ટર્ન રિટેલર્સે ઢાકામાં તેમના કારોબારને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. કારણ કે બે વિદેશી કારોબારીઅોની હત્યા કરી દેવામાં અાવી

આભાર – નિહારીકા રવિયા  હતી. અગાઉ શુક્રવારે જ અેક હિન્દુ પુજારીની મંદિરમાં ઘાતકી હત્યા કરી દેવામાં અાવી હતી. અાઇઅેસ, અલ કાયદા દ્વારા હુમલા કરાયા છે. કમાન્ડો અોપરેશન પહેલા બાંગ્લાદેશી સેનાઅે અાતંકવાદીઅો સાથે વાતચીત કરવાના પ્રયાસ કર્યા હતા. જાકે વાતચીત સફળ થઈ ન હતી. ત્રીસ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ સવારમાં અાવ્યા હતા. રેસ્ટોરેન્ટમાં બોમ્બ ઝીંકવામાં અાવ્યા હતા. રાત્રે અાશરે ૮.૪૫ની અાસપાસ સશ† હુમલાખોરો ત્રાટક્યા હતા.

LEAVE A REPLY