ઢાકાઃ બાંગલાદેશના પાટનગર ઢાકામાં ડિપ્લોમેટિક જાનમાં અાવેલા અેક રેસ્ટોરન્ટમાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં અાવ્યા બાદ અંતે કમાન્ડો અોપરેશન હાથ ધરવામાં અાવ્યુ હતુ. કલાકો સુધી ગોળીબારની રમઝટ જામ્યા બાદ હવે તમામ ત્રાસવાદીઅો ફુંકાઇ ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઅોની સંખ્યા છ જેટલી ગણવાવમાં અાવી છે. ભીષણ હુમલાની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

 • બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં લોકપ્રિય અાર્ટિસન રેસ્ટોરન્ટમાં હુમલો કરવામાં અાવ્યો
 • અાર્ટિસન રેસ્ટોરન્ટ વિદેશી લોકો માટે વધારે લોકપ્રિય છે અને વિદેશી લોકો અહીં નિયમિતરીતે વધારે હોય છે
 • દિલધડક હુમલાની શરૂઅાત ગઇકાલે નવ વાગ્યાની અાસપાસ થઇ હતી અે વખતે ત્રાસવાદીઅો રેસ્ટોરન્ટમાં ઘુસી ગયા હતા
 • હુમલાખોરો અને બહાર રહેલી પોલીસ વચ્ચે જારદાર ગોળીબારની રમઝટ ત્યારબાદ શરૂ થઇ હતી
 • ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કહેવા મુજબ હુમલામાં ૨૪ લોકોના મોત થયા છે જ્યારે બાંગ્લાદેશી પોલીસે અહેવાલને રદિયો અાપ્યો છે અને કહ્યુ છે કે બે પોલીસ જવાન શહીદ થયા છે અને ૨૦ ઘાયલ થયા છે
 • ત્રાસવાદીઅોઅેઅ શરૂઅાતમાં ભારતીય અને ઇટાલિયન લોકોને બાનમાં પકડી લીધા હતા
 • બાનમાં પકડી લેવામાં અાવેલા લોકોમાં સાત ઇટાલિયન નાગરિકો પણ હતા
 • પોલીસે સફળરીતે ૧૩થી વધારે લોકોને બચાવી લેવામાં અાવ્યા
 • .ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા દ્વારા હાજરી પુરવાર કરવા હાલમાં કેટલાક હુમલા કર્યા છે
 • અમેરિકા અને સાથી દેશો દ્વારા અાઇઅેસના તમામ અડ્ડા પર હાલમા હુમલા કરાઇ રહ્યા છે ત્યારે અા લોકોઅે પણ હાલમાં કેટલાકભીષણ હુમલા કર્યા છે
 • અાઇઅેસે હજુ સુધી પેરિસ, બ્રસલ્સ અને તુર્કીમાં હુમલા કર્યા છે
 • બાગ્લાંદેશમાં પણ હાલમાં કેટલાક હુમલા કરવામાં અાવ્યા છે
 • ગયા વર્ષે બે વિદેશી લોકોની હત્યા કરવામાં અાવ્યા બાદ વિદેશી કારોબારી હવે બાંગ્લાદેશ જતા ખચકાટ અનુભવ કરે છે
 • ૧૦ કલાકથી પણ વધુ સમય સુધી અોપરેશન ચાલ્યુ
 • ત્રાસવાદીઅોના હુમલા બાદ અાસપાસના લોકોને ઘરમાં રહેવાની સૂચના અાપવામાં અાવી હતી

LEAVE A REPLY