ઢાકાઃ બાંગલાદેશના પાટનગર ઢાકામાં ડિપ્લોમેટિક જાનમાં અાવેલા અેક રેસ્ટોરન્ટમાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં અાવ્યા બાદ અંતે કમાન્ડો અોપરેશન હાથ ધરવામાં અાવ્યુ હતુ. અાજે સવારે અોપરેશનનો અંત અાવ્યો હતો. તમામ છ ત્રાસવાદીઅોને મોતને ઘાટ ઉતારી દેવામાં અાવ્યા હતા. દિલધડક હુમલાનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

 • બાંગ્લાદેશના પાટનગર ઢાકાના ડિપ્લોમેટિક જાનમાં અાવેલી રેસ્ટોરન્ટ હોલી અાર્ટિસન બેંકરી પર હુમલો કરવામાં અાવ્યો હતો. હુમલો શુક્રવારે અાશરે પોણા અાઠ વાગે કરાયો હતો અને ત્રાસપાદીઅોઅે ત્યાં હાજર રહેલા ૪૦ લોકોને બાનમાં પકડી લીધા હતા, બંધકોમાં વિદેશી નાગરિક પણ હતા
 • હોલી અાર્ટિસનમાં ઘુસી ગયેલા ત્રાસવાદીઅોની સંખ્યા કેટલી છે તે અંગે મોડે સુધી ચિત્ર સ્પષ્ટ થયુ નથી, ત્રાસવાદીઅો અે ૯.૨૦ વાગે અંધાઘુંધ ગોળીબારની શરૂઅાત કરી હતી
 • બાંગ્લાદેશી પોલીસે રાતભર ત્રાસવાદીઅો સાથે વાતચીત કરી હતી પરંતુ વાત સફળ રહી ન હતી. બંધકોને શાંતિપૂર્ણરીતે છોડાવી દેવાના પ્રયાસ પહેલા કરવામાં અાવ્યા હતા. ત્રાસવાદીઅોને શરણાગતિ સ્વીકારી લેવા માટેકહેવામાંઅાવ્યુ હતુ, જા કે સામેથી કોઇ જવાબ મળ્યો ન હતો
 • શનિવારે સવારે રેસ્ટોરન્ટ કમાન્ડો અોપરેશન હાથ ધરવામાં અાવ્યુહતુ. સુરક્ષા દળોઅે અાસપાસમાં રહેતા લોકોને ઘરમાં રહેવા માટે સુચના અાપી હતી, અોપરેશનમાં અાશરે ૧૦૦ કમાન્ડો જાડાયા હતા
 • કમાન્ડો અોપરેશન દરમિયાન રેસ્ટોરન્ટમાં કેટલાક બ્લાસ્ટ પણ થયા હતા, અા ગાળા દરમિયાન ૧૨ બંધકોને છોડાવી લેવા અને છ ત્રાસવાદીઅોને મારી નાંખવાના હેવાલ પણ અાવ્યા
 • કમાન્ડો અોપરેશન હાથ ધરીને અેક વિદેશી સહિત કેટલાક લોકોને છોડાવી લીધા હતા
 • સવારે પોણા ૧૦ વાગ્યાની અાસપાસ કમાન્ડો અોપરેશન પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં અાવી
 • હુમલાની જવાબદારી અાઇઅેસ દ્વારા સ્વીકારી લેવામાં અાવી
 • ત્રાસવાદીઅો અને સુરક્ષા દળો વચ્ચે રાતથી લઈને સવાર સુધી દિલધડક ગોળીબારની રમઝટ જારી રહી
 • સવારમાં ત્રાસવાદીઅોનો ખાત્મો કરાયો હોવાની જાહેરાત કરવામાં અાવી અને અાતંકવાદીઅોના કબજામાંથી રેસ્ટોરેન્ટને મુક્ત કરાવવામાં અાવી. હુમલાને અંજામ અાપનાર છ ત્રાસવાદીઅોને ઠાર કરી દેવામાં અાવ્યા અને અેકને જીવતો પકડી લેવામાં અાવ્યો.
 • ત્રાસવાદીઅોઅે ૨૦ વિદેશીઅોની ઘાતકી હત્યા કરી દીધી. મોટાભાગના લોકોની ગળા કાપીને હત્યા કરી.

LEAVE A REPLY